અજબ-ગજબ ડેસ્ક: દુબઈના શેખોની લાઇફ સ્ટાઈલ તો તમે જોઈ જ હશે. જો કે આજકાલ ત્યાંના 14 વર્ષના છોકરાના ફોટો બહુ જ વાયરલ થઈ રહ્યાં છે. રાશિદ બેલ્હાસા નામનો આ છોકરો પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. એટલું જ નહીં તે સલમાન અને શાહરુખ જેવા સેલેબ્સને પણ મળી ચૂક્યો છે.
ઘરમાં રાખે છે વાધ -સિંહ
રાશિદ ભલે મોટા મોટા સેલિબ્રિટીઝને મળી ચૂક્યો હોય પણ આ સેલિબ્રિટીઝે પણ તેને મળવા માટે એપોઈન્ટમેન્ટ લેવી પડે છે. અત્યારસુધીમાં તે શાહરુખ, સલમાન, મેસી, જેકી ચેન, રફ્તાર, રોનાલ્ડો જેવા સેલેબ્સને મળી ચૂક્યો છે અને તેમની સાથે ફોટો પણ પડાવ્યાં છે. ઉલ્લેખનીય છે કે તેના પિતા સૈફ અહમદ બેલ્હાસા દુબઇના જાણીતા બિઝનેસમેન છે.રાશિદ ઇન્સ્ટાગ્રામ પર આરએસબેલ્હાસા તથા યૂટ્યુબ પર મની મિક્સના નામે સક્રિય છે.
રાશિદે યૂટ્યુબ પર મુકેલા વીડિયોમાં કહ્યું છે કે તેના ઘરમાં ઝૂ પણ છે. જેમાં જેકી ચેન પોતાની ફિલ્મનું શૂટિંગ કરી ચૂક્યાં છે. તેના ઘરના ઝૂમાં બંગાલ ટાઈગર અને આફ્રિકન વાઘ છે. રાશિદની લક્ઝુરિયસ લાઈફના ફોટોઝ બહુ વાયરલ થઈ રહ્યાં છે. તેને દુબઈનો ઇન્સ્ટાગ્રામ સ્ટાર માનવામાં આવે છે.
આગળની સ્લાઈડમાં જુઓ તેની લાઈફસ્ટાઈલના અનેય ફોટોઝ...