આ શું થયું, ક્યારે-કેવી રીતે થયું? દુનિયાની પ્રખ્યાત હસ્તિઓ ડિફ્રન્ટ લુકમાં!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શું તમે ક્યારેય આવી દુનિયા વિશે વિચાર્યું છે, જ્યાં બધા જ તમને બૉડી બિલ્ડર જ દેખાય? બધાના જબરદસ્ત કસાયેલા મસલ્સ હોય અને છપ્પનની છાતી હોય? પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય, બૉડી તો બધાની બિલ્ડઅપ હોય?

આજ કારણ છે કે કેટલાક ક્રિએટિવ લોકોએ તસવીરોમાં છેડછાડ કરીને કર્યું છે કઇંક આવું જ, અને વિશ્વના શક્તિશાળી દેશ અમેરિકાના કેટલાક જાણિતા ચહેરા, પર્સનાલિટીઝને સૉફ્ટવેરની મદદથી આ રચનાત્મક રીતે ક્રિએટ કર્યા છે.

ખરેખરમાં આ તમામ મસલ્સ મેન અને વુમેન નજર આવે છે. આ ક્રિએશન એક ફૉટોશોપ કૉમ્પિટિશનનો ભાગ છે. આ ચહેરામાં બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ સહિત એક્ટર જૉની ડેપ, ચાર્લીઝ થેરોન અને ગવેનેથ પેલ્ટ્રોના ચહેરાને પણ બૉડી બિલ્ડરની બૉડી સાથે બ્લેન્ડ કરી દીધા છે.