• Gujarati News
  • Canadian Astronaut Chris Had Field Made A Video 'Space Oddity'

યુટ્યુબમાં 1કરોડ 18લાખ વખત જોવાયો સ્પેસ સિક્રેટનો આ વીડિયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેનેડાના એસ્ટ્રોનૉટ ક્રિસ હેડફીલ્ડે છ મહીના સ્પેસમાં પસાર કર્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહીને તેમણે, 'સ્પેસ ઑડિટી'નામનો એક વીડિયો રેકૉર્ડ કર્યો છે, જેને યૂટ્યૂબ ઉપર 1 કરોડ 18 લાખ વખત જોઈ ચૂકાયો છે.

વીડિયોમાં ગીત ગાતાં-ગાતાં તેમણે સ્પેસનાં જીવનને પ્રસ્તુત કર્યું છે. હેડફીલ્ડ ત્રણ સ્પેસ મિશન પર જઈ ચૂક્યા છે. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હ્યૂસ્ટનનાં ચીફ પણ રહી ચૂક્યા છે. તેમનાં પુસ્તક 'એન એસ્ટ્રોનૉટ્સ ગાઇડ ટૂ લાઇફ ઑન અર્થ'માં તેમણે જણાવ્યું, સ્પેસ મિશન પર મોકલ્યા પહેલા નાસા એસ્ટ્રોનૉટ્સનું ઇલેક્શન કયા આધારે કરે છે.

ઉદાહરણ માટે તેમને ક્લોસ્ટ્રોફોબિક લોકો નથી જોઈતા. એટલે કે જો તમે નાનકડી જગ્યામાં ન રહી શકો તો સિલેક્ટ ન થઈ શકો. સિલેક્શન દરમિયાન તમારે એક નાનકડી ઓરડીમાં રહેવાનું કહેશે. ડર પર જીત મેળવીને તમે એક સારા એસ્ટ્રોનૉટ બની શકો છો.

એસ્ટ્રોનૉટ ક્રિસ હેડફિલ્ડનો, સ્પેસમાં ગીત ગાતો વીડિયો અને તસવીરો જોવા માટે ક્લિક કરી શકો છો આગળની સ્લાઇડ..