ઘરમાં પાળી રાખ્યા છે 7 વાઘ, નહાવાની સાથે બાળકો કરે છે તેની સવારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વાઘ સાથે નહાતા બોર્ગસ ફેમિલીના સભ્ય)
રિયો ડી જાનેરોઃ દુનિયામાં અનેક એવા લોકો છે જે પોતાના અનોખા શોખને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. આવો જ એક પરિવાર બ્રાઝીલના મરીગા શહેરમાં રહે છે. છેલ્લા 9 વર્ષોથી આ પરિવાર ખતરનાક વાઘ સાથે રહે છે. તમને એ જાણીને નવાઈ લાગશે, પરંતુ અમે બિલકુલ સાચુ કહી રહ્યા છીએ. દુનિયાના ખતરનાક પ્રાણીઓમાં સામેલ વાઘે આ પરિવારને ક્યારેય નુકસાન પહોચાડ્યુ નથી.
કહેવાય છે કે 9 વર્ષ પહેલા બ્રાઝીલના રહેવાસી બોર્ગસ ફેમિલીના સભ્ય એરી બોર્ગસે બે વાઘને સર્કસમાંથી છોડાવ્યા હતા અને ત્યારથી તેને પોતાના ઘરમાં પાળી રાખ્યા હતા. ધીરે-ધીરે આ વાઘોની સંખ્યા 2થી વધીને 7 થઈ ગઈ છે. વાઘને પાળીતા પ્રાણીની માફક પાળનાર આ પરિવારને સભ્યો આનાથી બિલકુલ ડરતા નથી.
બોર્ગસ પરિવારના સભ્યોનું માનવામાં આવે તો લોકો આ વાઘો સાથે બેસીને ખાવાનું ખાય છે. સાથે જ સ્વિમીંગ પૂલમાં નહાય પણ છે. તેમના બાળકો આ ખતરનાક વાઘોની પીઠ પર સવારી કરે છે. આ ઉપરાંત વાઘ પરિવારના કોઈ સભ્યને નુકસાન પહોચાડતા નથી. વર્તમાનમાં એરી આ પ્રાણીઓ માટે એક ઈકો પાર્ક ખોલવાનો વિચાર કરી રહ્યા છે.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ આ ફેમિલીની કેટલીક અન્ય તસવીરો...
Image Credit: 247mediatv.com