• Gujarati News
  • Bikers Performs Stutnts At Monster Energy Cup In Monster Energy Cup

લાસવેગાસમાં જામી બાઈકર્સ વચ્ચે જંગ, જોવા મળ્યા દિલધડક સ્ટન્ટ્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સ્ટંટ કરતા બાઈકર્સ)
લાસવેગાસઃ બાઈક પર સ્ટંટ કરવાનો ક્રેઝ યુવાનોમાં ખુબ જોવા મળે છે. યુ-ટ્યુબ પર આ વીડિયોને ખુબ પસંદ પણ કરાય છે. દેશમાં પણ બાઈક પર સ્ટંટ કરનાર ક્રેઝી યુવાનોની કોઈ કમી નથી. જો કે સ્ટંટના ચક્કરમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવવો પડે છે. તેમ છતાં બાઈકર્સનો ક્રેઝ ઓછો થતો નથી.
પરંતુ અમે અહીં તમને ભારતની વાત કરી રહ્યા નથી પરંતુ અમેરિકાના નેવાડાના શહેર લાસવેગાસની વાત કરી રહ્યા છીએ. ત્યાં આયોજિત થતા મોન્સ્ટર એનર્જી કપમાં બાઈકર્સ ખુબ સ્ટંટ કરે છે. હાલમાં જ આયોજિત થયેલી આ ટૂર્નામેન્ટમાં અમેરિકાના અનેક ભાગમાંથી આવેલા રાઈડર્સે ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં ત્રણ રેસ થઈ હતી. જેમાં ડેવી મિલ્સએપ બે રેસના વિજેતા રહ્યા. આ દરમિયાન બાઈકર્સ દ્વારા એકથી વધીને એક ખતરનાક સ્ટંટ કરાયા હતા.
આગળની સ્લાઈડ્સમાં જૂઓ સ્ટંટની કેટલીક અન્ય તસવીરો