..જ્યારે મધમાખીયોએ કરી દીધુ ભક્ત ઉપર આક્રમણ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુરમાં નદીના કિનારે સ્થિત પીર બાબાના દરબારમાં પૂજા પાઠ કરનારા એક ભક્ત હરિપ્રસાદ તિવારી ઉપર રવિવારે મધમાખીયોએ આક્રમણ બોલાવી દીધુ. મધમાખીઓ બે કલાક સુધી તેના શરીરને ચોંટતી રહીં અને ડંખ મારતી રહી. - મધમાખીયોથી ઘેરાઈ ગયેલા ભક્ત પાસે કોઈએ પણ જવાની હિમ્મત બતાવી નહીં - તે એક ઝાડ નીચેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે મધમાખીયોએ તેના ઉપર આ હુમલો કરી દીધો આ દરમિયાન મધમાખીયોથી ઘેરાઈ ગયેલા ભક્ત પાસે કોઈએ પણ જવાની હિમ્મત બતાવી નહીં. આ પછી બેહોશ બનેલી હાલતમાં તેને એમ્બૂલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મોડી રાત સુધી તેને હોશ આવ્યો નહોતો. તે એક ઝાડ નીચેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે મધમાખીયોએ તેના ઉપર આ હુમલો કરી દીધો. તેની ચીસો સાંભળીને આસ-પાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પણ મધમાખીઓની સંખ્યા અને જુંડને જોઈને કોઈએ તેની પાસે જવાની હિમ્મત દર્શાવી નહીં. તેણે પોતાનો બચાવ જાતે જ કર્યો. રાધાકિશન નામનો એક વ્યક્તિ ધાબળો ઓઢીને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે આગળ વધી શક્યો નહીં. ખાસ્સા સમયબાદ લોકોએ તેની ઉપર ડીઝલ છાટ્યું, જેનાથી મધમાખીઓ ત્યાંથી દુર થવા લાગી.