તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાથટબમાં બાળકને જન્મ આપવાનો વધી રહ્યો છે ટ્રેન્ડ, જોખમોની નથી ખબર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: ભારતમાં પહેલાના જમાનામાં ડિલીવરી ઘરે જ કરાવવામાં આવતી હતી. હવે હોસ્પિટલમાં ડિલિવરીનું ચલણ વધી રહ્યું છે. જો કે વિદેશોમાં મહિલાઓ હૉસ્પિટલને બદલે ઘરમાં જ બાથટબમાં બાળકને જન્મ આપવાનું પ્રીફર કરી રહી છે. વૉટરબર્થને સૌથી સરળ અને ઓછી પીડાદાયક રીત માનવામાં આવે છે. જો કે આના વધી રહેલા ટ્રેન્ડને જોતાં ડૉક્ટર્સે મહિલાઓને સાવચેત કરી છે આમ કરવાથી તે પોતાના બાળકને ગંભીર બીમારીના મોંમા ધકેલી રહી છે.
 
બાળકના જીવને હોઇ શકે છે જોખમ
ડૉક્ટર્સનું કહેવું છે કે વૉટરબર્થ દ્વારા લેગિઓનેયર નામની બીમારી થઈ શકે છે. આ એક પ્રકારની બેક્ટેરિયલ બીમારી છે, જે ગંદા પાણી દ્વારા એક માણસથી બીજા માણસને થઈ શકે છે. છે. જેમાં દુનિયાભરમાં વૉટર બર્થને લીધે બાળકમાં આવી બીમારીના ઘણાં કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. એક્સપર્ટનું કહેવું છે કે જન્મ સમયે પાણીમાં રહેલા બેક્ટેરિયાને લીધે નવજાત આની ચપેટમાં આવી જાય છે.
 
આ રીતે કરે છે બચાવ
એક્સપર્ટનું કહેવું છે કે જે રીતે વૉટર બર્થનું ચલણ વધી રહ્યું છે એને રોકવું મુશ્કેલ છે. પરંતુ કેટલીક રીતો અપનાવીને બાળકોને આ બીમારીથી બચાવી શકાય છે. આ માટે પહેલાં તો પાણીનું તાપમાન એટલું રાખવું જોઈએ કે બેક્ટેરિયા ઉછરી ના શકે. આ ઉપરાંત લેબર પેન વખતે ભલે યુવતી પાણીમાં હોય પણ બાળકને જન્મ પાણીની બહાર આપે.
 
આગળની સ્લાઈડમાં જુઓ વૉટરબર્થના અન્ય ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...