આનાથી સુંદર નઝારો રસ્તા પર ક્યાંય મળી શકે?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો તમે રસ્તા પરથી જતા હો અને બાજુમાં ઈન્દ્રધનુષનો છેડો હોય તો! રસ્તા પર ગાડી ચલાવતા ચલાવતા આપણને મોટે ભાગે ખાડા, ટ્રાફિક જામ, સ્પીડ કેમેરા, વગેરે જેવા અપ્રિય નઝારા જ જોવા મળતા હોય છે. તેવામાં જો રસ્તા ઉપર ઈન્દ્રધનુષ્યનો નઝારો દેખાય અને એ પણ જો તમારા રસ્તાની બીજી બાજુથી જ શરૂ થતું હોય તેવું લાગે તો? સરે સ્ટ્રેચના એમ25 રોડલેન ઉપર ગાડી ચલાવતા આ તસવીરના ફોટોગ્રાફર જેસનને પણ કંઇક આવો જ નઝારો જોવા મળ્યો. પૂરપાટ ગતિએ ચાલતી આ કારમાંથી જાણે કે રસ્તાની વચ્ચોવચ ઈન્દ્રધનુષ ઉતરતુ હોય તેવુ દેખાતુ હતું. જરા પણ વાર કર્યા વગર તેમણે આ દુર્લભ નઝારો કેમેરામાં કેદ કરી લીધો. જેસને જણાવ્યા પ્રમાણે આ નઝારાને જોઇને એવું લાગી રહ્યુ હતું કે જાણે રસ્તાની વચ્ચે કોઈ સુવર્ણપુંજમાં ઈન્દ્રધનુષ્યનો અંત થઈ રહ્યો હોય. કેટલીક પૌરાણિક માન્યતાઓ અનુસાર ઈન્દ્રધનુષનો જ્યાં અંત થતો હોય ત્યાં સોનાનો કળશ હોવાની એક માન્યતા છે, જો કે આવુ કંઈ વાસ્તવમાં હોતું નથી. તેમ છતાં આ નઝારો કોઈ ખજાનાથી કમ નહોતો.