Pics.:વિશ્વના 5 સૌથી ઉંચા અને જોખમી સ્થળો, જ્યાંથી કુદવું છે જોખમી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: સાહસના શૌખિન લોકોને કોઇપણ વાતનો ડર લાગતો નથી અને તેઓ વિવિધ પ્રકારના સાહસ માટે પોતાના જીવના જોખમની બાબતને પણ ધ્યાનમાં રાખતા નથી. આજે અમે તમારી સૌથી ઉંચી જગ્યાએથી કુદવા માટેના પાંચ સૌથી જોખમી સ્થળોની યાદી રજૂ કરી રહ્યાં છીએ. જ્યાંથી કુદવું જીવલેણ પણ સાબિત થઇ શકે છે.
Related Placeholder
બ્રાઝિલના 98 ફૂટ ઉંચા ક્રાઇસ્ટ રિડીમર પરથી કુંદવુ સૌથી જોખમી અને ગેરકાયદે છે. અહીંથી કુદતી વખતે લોકો પાસે પેરાશૂટ ખોલવા માટે 1.5 સેકન્ડનો જ સમય હોય છે. આ સ્થળેથી સફળતાપૂર્વક કુદવા માટે એકમાત્ર ફેલિક્સ બોમગાર્ટનરને સમગ્ર વિશ્વમાં નામના મળી છે. તેણે 1999માં સફળતા પૂર્વક જમ્પ લગાવ્યો હતો.

બીજી તરફ નોર્વેની એક દિવાલ જેને ટ્રોલ વોલ બોસ્ટના નામે ઓળખવામાં આવે છે, જ્યાંથી છેલ્લા અમુક વર્ષોમાં કુદનારા 8 સાહસિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. નોર્વેમાં બેસ જમ્પિંગને માન્યતા છે, પરંતુ આ સ્થળેથી કુદવા પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. કારણ કે અહીંથી કુદતી વખતે જોઇ કોઇ સાહસિક દુર્ઘટનાનો શિકાર બને છે, તો તેને શોધવો લગભગ અશ્ક્ય બની જાય છે.

(આગળની સ્લાઇડ્સમાં જુઓ આવા જ જોખમી સ્થળો અંગે)