ફોટોગ્રાફર્સને પણ આંટી મારે એવી તસવીરો સામાન્ય લોકોએ કેપ્ચર કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફોટોગ્રાફર્સ જ્યારે તેમના કેમેરામાંથી તસવીરો કેપ્ચર કરે ત્યારે તેનો એન્ગલ, સબ્જેક્ટ, ડાર્કનેસ, ઝુમ, પિક્સલ વગેરે તમામ વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વકની હોય તે માની શકાય, પણ જ્યારે કોઈ વાચક પોતે તસવીર કેપ્ચર કરે અને તેમની તસવીર પણ ફોટોગ્રાફરને આંટી મારે એવી હોય તો તો ખરેખર કહેવું પડે ભાઈ.

સ્કૉટલેન્ડના ઑઇલ ઑફ સ્કાઈમાં એલ્ગોલના એકતરફી રસ્તા પર ટ્રાફિક જામ હતું. બ્રિસ્ટલની રહેવાસી કેટી સેન્સિયર તે વિસ્તારમાં રજાઓ માણી રહી હતી અને આ ગાયોએ રસ્તા પર તેની કારનો પીછો કર્યો હતો.