અજબ-ગજબ ડેસ્ક: એન્જિલિન જેકસનની ઉંમર ત્યારે 19 વર્ષની હતી. એ વખતે એક છોકરાએ છોકરી બનીને એની અને એની ફ્રેન્ડ સાથે રેપ કર્યો. આ દુર્ઘટનામાંથી બહાર આવવામાં એન્જિલિનને ઘણાં વર્ષો લાગ્યાં. આ ઘટના જૈમિકામાં બની હતી. લેસ્બિયન એન્જિલિન પોતાની આપવીતિ કહેતા જણાવે છે કે તે ઓનલાઈન લેસ્બિયન ચેટરૂમમાં એક છોકરી સાથે વાત કરતી હતી. થોડા દિવસો વાતચીત ચાલી અને પછી એણે મને મળવા બોલાવી. જ્યારે હું મારી ફ્રેન્ડને લઇને એને મળવા પહોંચી ત્યારે ત્યાં છોકરી નહીં પણ છોકરો હતો. અમને નવાઈ લાગી પણ એણે કહ્યું કે એ વાત કરનાર છોકરીનો ભાઈ છે અને એણે જ અમને લેવા માટે એને મોકલ્યો છે.
કારમાં હતો બીજો એક માણસ
હું અને મારી ફ્રેન્ડ જેવા એની કારમાં બેઠાં પહેલાથી છુપાઈને બેઠેલા એક યુવકે અમને પકડી લીધા અને વારાફરતી બંનેએ અમારો રેપ કર્યો. મેં મારી સેક્સુઆલિટીની પરવાહ કર્યાં વિના જ પોલીસ કેસ કર્યો. પરંતુ મદદને બદલે મારો ટોર્ચર સહન કરવું પડ્યુ. ત્યાની ફીમેલ ઓફિસરે મને કહ્યું કે જો હું કોઈ છોકરીને ડેટ કરતી હોત તો મારી સાથે આવું ના થયુ હોત. મને ખબર હતી કે હું એની ફરિયાદ લખાવીશ એટલે હંમેશ માટે ટાર્ગેટ બની જઈશ પણ હું આમ એને છોડવા નહોતી માગતી.
100 છોકરીઓનો કર્યો હતો રેપ
તપાસમાં ખબર પડી કે એ ભાઈએ આ પહેલાં 100થી વધુ છોકરીઓ અને મહિલાઓનો રેપ કર્યો હતો. અદાલતે એને 27 વર્ષની સજા કરી પરંતુ આજે પણ એ દિવસને યાદ કરીને દુખી થઉં છું. ખાસ તો મારી ફ્રેન્ડ સાથે બનેલી ઘટના માટે તો હું પોતાને જ દોષી માનુ છું. જો હું એને મારી સાથે ના લઈ ગઈ હોત તો એ બચી ગઈ હોત.
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય ફોટોઝ