તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાનું બેસ્ટ શહેર થઈ ગયુ સાવ ખાલી, 7 વર્ષ પહેલાં બન્યું છે સૌથી ઝેરી ટાઉન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: જો તમને એવું કહીએ કે અમેરિકાનું એક શહેર છેલ્લાં 7 વર્ષથી ખાલી પડ્યુ છે તો તમે નહી માનો. ઓક્લોહોમાંમા આવેલા પિશેરને અમેરિકાનું સૌથી ઝેરી શહેર માનવામાં આવે છે. આઝે અમે તમને આ ખાલી પડેલા શહેરના ફોટો બતાવવાના છીએ.
પહેલાં હતુ અમેરિકાનું બેસ્ટ ટાઉન હવે છે ઝેરીલુ
અમેરિકાના ફોટો જર્નાલિસ્ટ સેપ લૉલેસ દુનિયાના એવી સ્થળોના ફોટો પાડવામાં માને છે જેને લોકો ભૂલી ગયા હોય. પોતાના નવા પ્રોજેક્ટમાં તેમણે યુએસએના ઓક્લાહોમામાં આવેલા પિશેર ટાઉનના ફોટો પાડ્યાં છે. આ શહેરને અમેરિકાનું સૌથી ઝેરી શહેર માનવામાં આવે છે. 20મી સદીની શરૂઆત સુધી તો આ શહેરને ટૉપ ઇન્ડસ્ટ્રીનું ઘર માનવામાં આવતુ. પરંતુ 2009 પછી આ શહેરને ખાલી કરાવી દેવામાં આવ્યું. એ પછીથી આ શહેર ખાલી પડ્યું છે.
ઓલ્કાહોમાનું બેસ્ટ ટાઉન બની ગયું ઉજ્જડ
1913માં જ્યારો ઓક્લાહોમાનો ડેવલપમેન્ટ પ્લાન ચાલી રહી હતી. ત્યારે પિશેરને ઇન્ડસ્ટ્રિયલ સેક્શનમાં સૌથી ટોપ પર રાખવામાં આવ્યું હતુ. અહીં ઝિંક અને લીડ જેવા મિનરલ વધારે મળતા હોવાથી જ આ ક્ષેત્રનો ઇન્ડસ્ટ્રિયલ સેકટરમાં ઝડપી ગ્રોથ થયો હતો. 10 હજારની વસ્તીવાળા આ શહેરનું નામ પિશેર લીડ કંપનીના માલિક ઓલિવર પિશેરના નામ પરથી રાખવામાં આવ્યું હતુ.
હવા-પાણી પણ બન્યાં ઝેરી
ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટના નામે આ શહેરને ઝેરી બનાવી દીધું છે. અહીની હવા અને પાણી બંને ઝેરી બની ગયા છે. ઝિંક અને લીડ ધાતુઓને બહાર કાઢવાને લીધે મોટા પ્રમાણમાં ટોક્સિક વેસ્ટ જમા થઈ ગયું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અહીં રહેતા લોકોની લાઇફ જોખમમાં આવી ગઈ. 2009માં પિશેર ટાઉનને ખાલી કરાવી દેવાયુ. 1996 સુધી 34 ટકા બાળકો લીડ પોઇઝનિંગના શિકાર બની ગયા. જેના લીધે લોકો શહેર છોડીને જવા લાગ્યાં. જો કે આ શહેરની સુંદરતા આજે પણ એવીને એવી જ છે.
આગળની સ્લાઈડમાં જુઓ અહીના બીજા ફોટોઝ..
અન્ય સમાચારો પણ છે...