અમેરિકન ફોટોગ્રાફરની નજરે ભારતીય કિન્નર...દેહવેપાર માટે વિવશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અજબ-ગજબ ડેસ્ક: કિન્નરોને જોઈને કેટલાક લોકો મોં મચકોડતા હોય છે પણ અમેરિકન મહિલા ફોટોગ્રાફર જિલ પીટર્સે ભારતીય કિન્નરોના સુંદર ફોટો ક્લિક કર્યાં છે. તેમનું કહેવું છે કે એક જમાનામાં ભારતમાં થર્ડ જેન્ડર તરીકે ઓળખાતા હિજડાઓની પૂજા કરવામાં આવતી હતી પરંતુ હવેની સ્થિતિ એવી છે કે તેઓ ભીખ માગવા કે વેશ્યાવૃત્તિ કરવા વિવિશ બની ગયા છે.
 
લોકોએ આપી એમનાથી દૂર રહેવાની સલાહ
હિજડાઓને પહેલીવાર મળ્યાં, પછી લોકોએ એમનાથી દૂર રહેવાની સલાહ આપી હતી
પીટર્સ દિલ્હી આવ્યાં પછી જ્યારે પહેલીવાર વ્યંઢળોને મળ્યાં ત્યારે કેટલાંક લોકોએ તેમને આ લોકોથી દૂર રહેવાની સલાહ આપી હતી. જો કે મુંબઈના પ્રવાસ દરમિયાન તેમને ફરીવાર વ્યંઢળ દેખાયા. એ પછી તેણે શેરીમાં ફરતાં એક વ્યઢંળ સામે તેનો ફોટો લેવાની વાત કરી અને એ માની પણ ગયો.
 
કિન્નરોનું યુવતીઓના રૂપમાં કર્યું ફોટોશૂટ
નિર્વાણ ' ધ થર્ડ જેન્ડર ઓફ ઇન્ડિયા' નામની ફોટો સીરિઝ શૂટ કરતી વખતે પીટર્સને એવો અહેસાસ થયો કે કિન્નર અસલમાં ગૉડ ગિફ્ટેડ છે અને ભારતમાં તેમને હિન ભાવનાથી જોવામાં આવે છે. આ જ કારણોસર પીટર્સે તેમનું યુવતીઓની જેમ ફોટોશૂટ કર્યું હતું. પીટર્સે પોતાની વેબસાઈટમાં લખ્યું છે કે તેમનામાં જન્મથી જ ઉભયલિંગી અને મેલ ક્રોસ ડ્રેસર્સ હોય છે.
 
જો તેમના આશીર્વાદ ફળતા હોય તો પછી હાશિયામાં કેમ છે કિન્નર?
જિલે એવો સવાલ કર્યો છે કે એક તરફ ભારતમાં એવી માન્યતા છે કે તેમના આશીર્વાદ ફળે છે. એ લોકો લગ્ન કે પછી બાળકના જન્મ વખતે તેમના ઘરે જઈને નાચે છે ત્યારે તેમને શુભ માનવામાં આવે છે. તો પછી એમને હાશિયામાં કેમ ધકેલી દેવામાં આવ્યાં છે? પીટર્સ કહે છે કે એમની સ્થિતિ દયનીય હોય છે. મોટાભાગના કિન્નર બેરોજગાર હોવાથી પોતાની જરૂરીયાતોને પૂરી કરવા માટે તેમણે પ્રોસ્ટિટ્યૂશન કે ભીખનો આશરો લેવો પડે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ અમેરિકન મહિલા ફોટોગ્રાફરે ક્લિક કરેલા કિન્નરોના સુંદર ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...