નદીના બ્રિજ પર ચાલે છે જહાજો, બ્રિજ દ્વારા નહેરને ક્રોસ કરાવ્યું આખુ શહેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક: તમે નદીની ઉપર તો ઘણાં બ્રીજ જોયા હશે જ્યાં ટ્રેન અને વાહનો ચાલતા હોય પણ એવું વિચાર્યું છે ખરું કે નદી પર એવો બ્રિજ હોય જેમાં નહેર વહેતી હોય. જો ના જોયો હોય તો જણાવી દઈએ કે જર્મનીમાં મેગડેન શહેરમાં આવો જ એક બ્રિજ છે. નદીની ઉપર બનાવેલા આ બ્રિજ પર બનેલી આ નહેર શહેરની બહાર વહેતી અલ્બે નદીમાં જઈને મળે છે. આ બ્રિજ મૈગડન વૉટર બ્રિજના નામથી ઓલખાય છે.
વ્યાવસાયિક દૃષ્ટિકોણથી આ નહેર જર્મની માટે ખાસ્સી મહત્વપૂર્ણ છે, કારણ કે આ રસ્તે પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે ચાલતા નાના-મોટા વ્યાવસાયિક જહાજો ચલાવવામાં આવે છે.
એલ્બે નદી પર બનેલા આ જહાજનું નિર્માણ 2003માં કરવામાં આવ્યું હતું. જેમાં જહાજોને ચાલવામાં માટે પૂરતી જગ્યા છે. આ સૌથી મોટો જલસેતુ (જલમાર્ગ) છે, જે 918 મીટર ( લગભગ 1 કિમી) લંબાઈ ઘરાવે છે.
વિપરિત દિશામાં વહેતી હતી નહેર
મૈગડેબર્ગ શહેરની બહાવ આવેલી હવેલ અને મિટેલેન્ડ નહેર એલ્બે નદીની વિપરિત દિશામાં વહેતી હતી. આવામાં આ નહેરોને એક સાથે મિક્સ કરીને નદીની ઉપર બ્રિજ બનાવીની પસાર કરવામાં આવી અને શહેરથી ખુબ દૂર આવેલી એલ્બે નદીમાં મેળવવામાં આવી. આ ગજબની ટેકનિકને પગલે જહાજો માટે એક નવો રસ્તો બની ગયો. આ બ્રિજને બનાવાની શરૂઆત 1930 માં જ થઈ હતી પણ બીજા વિશ્વયુદ્ધને લીધે કામ અધુરુ રહ્યું,. એ પછી જલ પરિવહન માટે 1997માં આ કામ ફરી હાથ ધરવામાં આવ્યું અને 2003માં બ્રિજ બની ગયો. જેમાં કુલ 3566 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.
નદી પર નહેરના બીજા ફોટો જુઓ આગળની સ્લાઈડમાં...