આ છે અજબ-ગજબ ઘર, જેને જોવા માટે ચુકવવી પડે છે કિંમત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રોટરડેમ સ્થિત ક્યુબ હાઉસિસની તસવીર)
રોટરડેમઃ નેધરલેન્ડના રોટરડેમ, ઓવરબ્લોક ગરીબમાં કેટલાક એવા મકાન છે જેને જોવા માટે કિંમત ચુકવવી પડે છે. આ મકાનોનું આર્કિટેક્ટ બહારથી ખુબ જ અટપટુ દેખાય છે, જો કે આ ઘર ખુબ ખાસ છે. ગલીમાં એક લાઈનમાં ક્યુબની ડિઝાઈનમાં બનેલા આ ઘર બહારથી જોનાર માટે તો કોઈ અજુબાથી કમ નથી.
આ ઘર આધુનિક આર્કિટેક્ટનો શાનદાર નમુનો મનાય છે. અહીં કુલ 38 ઘરો છે. જે એકબીજા સાથે જોડાયેલા છે. નેધરલેન્ડનો આ પ્રખ્યાત રેસિડેન્શિયલ વિસ્તાર છે. આની અનોખી ડિઝાઈનના કારણે દરેક આવતા-જતાં લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાય છે. જેથી એક ક્યુબને લોકોને જોવા માટે ખુલ્લુ મુકાયુ છે. ખોલાયેલુ ક્યુબ ફુલ્લી ફર્નિશ્ડ છે. ક્યુબ્સની ડિઝાઈન એ રીતે તૈયાર કરાઈ છે કે જેથી તે હવા-ઉજાસથી ભરપૂર હોય અને દિવસમાં કૃત્રિમ લાઈટની જરૂર ન પડે.
કોઈપણ આવનાર આ ક્યુબ્સને અંદરથી જોઈ શકે છે. અંદરથી તેને જોવા માટે પુખ્તવયની વ્યક્તિએ 3 યુરો એટલે કે લગભગ 243 રૂપિયા અને બાળકોની 1.5 યુરો એટલે 121.50 રૂપિયા જેટલી ફી ચુકવવી પડે છે. ક્યુબ હાઉસિસને બહારથી ફ્રીમાં જોઈ શકાય છે.
આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરી તસવીરોમાં જુઓ ક્યુબ હાઉસની ખાસિયત.....