જમવાની આવી અદભૂત સ્ટાઇલ જોઈ છે તમે? જોઈલો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખિસકોલીઓની ખાવાની સ્ટાઇલ જોઈ છે તમે? અહીં ખિસકોલીઓનું એક ઝુંડ સમુહભોજન આરોગી રહ્યું છે. પણ મજાની વાત છે તેમની જમવાની સ્ટાઇલ. તેમની અદભૂત જમવાની સ્ટાઇલ જોઈને તમને મોજ આવી જાય એમા કોઈ શંકા નથી. ખિસકોલીઓના આ સમૂહને કેરીના પીસ કાપીને ભોજન માટે આપવામાં આવ્યા છે. મોટે ભાગે પશુંઓમાં જોવા મળતુ હોય છે કે તેઓ સમુહમાં મળેલા ભોજનને સૌથી પહેલા આરોગી લેવા માટે કાતો પરષ્પર લડાઈ કરશે કે પછી ઝુંટવીને લઈ જશે. પણ અહીં આ ખિસકોલીઓ એટલી સુંદરરીતે હળીમળીને ભોજન લઈ રહીં છે જેને જોઈને આંપણા મનમાં પણ ભાઈચારાની ભાવના જન્મે. જુઓ આ વીડિયોમાં કેવા સંપીને તેઓ અદભૂત રીતે ભોજન આરોગી રહ્યાં છે. આ વીડિયો અમને Samira ivanavno નામના એક વાચકમિત્રએ મોકલી આપ્યો છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી આપો. તસવીરો ઉપરાંત જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજગ ગજબનો બનાવ પણ બન્યો હોય તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.com પર મોકલી શકો છો.