• Gujarati News
  • A Yung Couple Gets Married In 38 Different Places Around The World

આ કપલે ભારત સહિત 38 જગ્યાઓએ કર્યા લગ્ન, આમ કરાવ્યું ફોટોશૂટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
Related Placeholder
અજબ-ગજબ ડેસ્ક: પોતાના લગ્નને યાદગાર બનાવામાં માટે લોકો જાતજાતના અખતરા કરતાં હોય છે. કોઈ આકાશમાં જઈને લગ્ન કરે છે તો પાણીમાં લગ્ન કરવાનું પસંદ કરે છે. આવું જ હોશિલુ કપલ છે- લૉસ એન્જેલિસમાં રહેતા ચીતા પ્લાટ અને તેમની પત્ની વાઈફ રિહાન વુડિયાર્ડનું. આ કપલે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે ભારત સહિત જુદા જુદા દેશોની 38 જગ્યાઓ પસંદ કરી. ચીતા અને રિહાને જણાવ્યું કે એ બંને કંઇક અલગ રીતે લગ્ન કરવા માગતા હતા પણ અમને સમજાતુ નહોતું કે અમારે શું કરવું જોઈએ. આવામાં અમે જુદા જુદા દેશોમાં જઈને લગ્ન કરવાનું નક્કી કર્યું. પહેલાં તો અમને લાગ્યું એ રીત બહુ ખર્ચાળ હશે પણ એવું જરાય નહોતું. અમેરિકામાં લગ્ન કરવાનો ખુલ ખર્ચ આશરે 16 લાખની આસપાસ થયો હોત જ્યારે 12 દેશોમાં ફરવામાં અમને આના કરતા ઘણો ઓછો ખર્ચ થવાનો હતો. એ પછી અમે અમારો આઈડિયા સોશિયલ સાઈટ પર અપલોડ કર્યો અને લોકોએ ડોનેશન આપીને અમને સપોર્ટ આપ્યો.
આ કપલનું કહેવું છે કે કેલિફોર્નિયમાં પારંપરિક રીતે લગ્ન કર્યા પછી 8 ફેબ્રુઆરીએ આ બંને 3 મહિનાના વિદેશ પ્રવાસે નીકળી ગયા. જેમાં થાઈલેન્ડ, ઇજિપ્ત, ભારત, કોલંબિયા, મોરક્કો, કેન્યા, સ્પેન સહિત ઘણાં દેશો શામેલ છે. ચીતીએ જણાવ્યું કે અમારી ઈચ્છા તો સાતે મહાદ્વિપો પર જઈને લગ્ન કરવાની અને ફોટોશૂટ કરાવાની હતી પણ એન્ટાર્કટિકા બહુ મોંઘુ હતુ. તેથી અમે 6 મહાદ્વિપો પર જ ફોટોશૂટ કરાવી શક્યાં
આગળની સ્લાઈડમાં જુઓ કપલે અલગ-અલગ દેશોમાં ક્લિક કરેલા ફોટોઝ...