તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • A Chinese Student's Sense Of Humor Fighting With Smog On Social Sites

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકો આ જોઈને ચોંક્યા, ચીનમાં બધા સ્ટેચ્યૂએ પહેર્યું મોં પર કપડું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રદૂષણની ગંભીર સમસ્યા સામે જ્યારે ચીનનું રાજકીય નેતૃત્વ ખરાબ રીતે નિષ્ફળ રહ્યું છે, ત્યારે ત્યાનાં સ્થાનિક લોકો તેની ખૂબ જ સમદારીપૂર્વકની ઠેકડી ઉડાડી રહ્યાં છે. પ્રદૂષણથી હેરાન રાજધાની બૈઇઝિંગનાં એક વિદ્યાર્થીએ વિરોધનો એક રચનાત્મક રસ્તો શોધી કાઢ્યો છે.

વિદ્યાર્થીએ શહેરના કેટલાક જાણીતા સ્ટેચ્યૂસનાં મોઢાં પર કપડું (એન્ટીપોલ્યુશન માસ્ક)પહેરાવી દીધું છે. તેની તસવીરો અત્યારે ઇન્ટરનેટ જગતમાં જબરદસ્ત વાયરલ થઈ રહી છે અને ત્યાનાં સરકારી તંત્રની નિષ્ફળતાની ટિકાઓ થઈ રહી છે. મીડિયામાં તેની તસવીરો સામે આવી રહી છે. વેઇબો પર સામે આવેલી તસવીરોમાં માઓની મૂર્તિનાં મોઢે કપડું બાંધેલું જોવા મળી રહ્યું છે. આ મુદ્દે સોશિયલ પ્લેટફોર્મ પર મોટો વિવાદ વકરી ચૂક્યો છે અને હજારો લોકો આ તસવીરો પર કમેન્ટ્સ કરી રહ્યાં છે.

બેઈઝીંગમાં પ્રદૂષણઃ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે ચીનની રાજધાની બેઇઝીંગમાં પ્રદૂષણનું સ્તર માનવ જીવન માટે ખૂબ જ ખતરનાક સ્થિતિમાં પહોંચી ચૂક્યું છે. અહીંની હવાની સ્થિતિ એવી જ છે જેવી કે જંગલમાં લાકડાં સળગાવ્યા બાદ ઉભો થયેલો ધૂમાડો હોય. આ સ્ટડી પ્રમાણે, ચીનમાં પ્રદૂષણનાં કારણે 12 લાખ લોકોની પ્રિમૌચ્યોર ડેથ એક વર્ષમાં થઈ છે.

ચીનમાં પ્રદૂષણનાં વિરોધમાં કેવી રીતે મૂર્તિઓને કપડું બાંધીને ઉડાવાઈ રહી છે સરકારની મજાક, આગળ જોઈએ તસવીરો..

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો