મહારાષ્ટ્ર / સોલાપુરની તાવસી પંચાયત 5 રૂપિયામાં 25 લિટર ગરમ પાણી આપે છે

village provides hot water

DivyaBhaskar.com

Jan 04, 2019, 08:20 PM IST
પંઢરપુરઃ મહારાષ્ટ્રના સોલાપુરમાં તાવસી પંચાયતે ગ્રામજનોને ઠંડીમાં ગરમ પાણી પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. તે માટે ગામમાં વોટર એટીએમ લગાવાયું છે, જેના દ્વારા લોકોને 5 રૂપિયામાં 25 લિટર ગરમ પાણી અપાઇ રહ્યું છે. ગામની વસતી અંદાજે 7,000 છે. સુપ્રસિદ્ધ વિઠ્ઠલ મંદિર આ ગામથી માત્ર 15 કિ.મી. દૂર છે. દોઢ લાખ રૂપિયાના ખર્ચે ગામમાં સોલર સિસ્ટમ લગાવાઇ છે. સરપંચ સોનાલી યાદવે કહ્યું કે ગામવાસીઓને રાહત આપવા આ પહેલ કરાઇ છે. ગામની પંચાયત, આંગણવાડી, સ્વાસ્થ્ય કેન્દ્રને આઇએસઓનો દરજ્જો પણ મળ્યો છે.

X
village provides hot water
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી