તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકિંગઃ પેટના દુખાવાથી પરેશાન રહેતી હતી સ્કૂલ ગર્લ, અપેન્ડિક્સ સમજીને કરતી રહી ઇગ્નોર, પરંતુ એક રાત અચાનક ભીનું થઈ ગયું ટ્રાઉઝર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ આયરલેન્ડમાં રહેતી ટીનેજ યુવતી 26 સપ્તાહની પ્રેગ્નેન્સી પછી એક રાતે અચાનક માતા બની ગઈ. તેણે કિચનના ફ્લોર પર દીકરીને જન્મ આપ્યો. આશ્ચર્યની વાત એ છે કે તેના પ્રેગ્નેન્ટ હોવા વિશે આ સ્કૂલ ગર્લને ખબર જ નહોતી. તે સમજી રહી હતી કે તેને અપેન્ડિક્સ થઈ ગયું છે, જેના કારણે તેનું પેટ સહેજ ફૂલી ગયું છે. બાળકની કિકને તે ગેસથી થતી પ્રોબ્લેમ સમજી રહી હતી. બાળકી સમય પહેલા થઈ હતી અને આકારમાં હથેળી જેટલી મોટી હતી.

 

ટ્રાઉઝરમાંથી લપસીને નીકળી ગઈ બાળકી

 

- આ સ્ટોરી ડબલિનમાં રહેતી 18 વર્ષની મિલાઇસની છે, જેણે 26 સપ્તાહની પ્રેગ્નેન્સી પછી હાલમાં જ એક બાળકીને જન્મ આપ્યો. યુવતીની ડિલીવરી અડધી રાતે અચાનક થઈ જ્યારે તે પોતાના ઘરના કિચનમાં હતી.


- મિલાઇસનું કહેવું છે કે ડિલીવરી એટલી અચાનક થઈ કે ખબર પણ ન પડી અને બાળક ટ્રાઉઝરમાંથી લપસીને નીચે પડી ગયું. તેણે કિચનના ફર્શ પર જન્મ લીધો.


- બાળકી ખૂબ નબળી હતી અને તેનું વજન માત્ર 450 ગ્રામ જ હતું. આકારમાં તે પોતાની માતાની હથેળી જેટલી મોટી હતી. જન્મ થવાની તરત પછી તે સહેજ રોઇ અને પછી તેના શ્વાસ બંધ થઈ ગયા. તેના પછી ટીનેજ મિલાઇસની માતાએ એમ્બ્યુલેન્સ બોલાવી.


- મિલાઇસ મુજબ થોડી વારમાં જ એમ્બ્યુલેન્સ આવી ગઈ અને તેમણે બાળકીને પ્લાસ્ટિક બેગમાં રાખવા માટે કહ્યું. આ વાત સાંભળીને મિલાઇસ થોડી ડરી ગઈ. જોકે, પછી એમ્બ્યૂલેન્સવાળાએ તેમને જણાવ્યું કે તે બાળકીને ગરમ રાખવા માટે આવું કહી રહ્યા છે.


- યુવતીને પોતાની પ્રેગ્નેન્સી વિશે સહેજ પણ આઇડિયા ન હતો. જ્યારે પણ પેટમાં દુખાવો થતો, તેને અને તેની માતા વિક્ટોરિયાને લાગતું કે કદાચ અપેન્ડિક્સના કારણે આવું થઈ રહ્યું હશે.


- વિક્ટોરિયા મુજબ તેની અંદર પ્રેગ્નેન્સીવાળા કોઈ લક્ષણ ન હતા. તેને પછી કમરમાં દુખાવો થઈ રહ્યો હતો અને તે સૂઈ નહોતી શકતી, તેની અંદર માત્ર આ જ લક્ષણ દેખાતા હતા.

 

બાળકીની કિકને ગેસ સમજી રહી હતી ટીનેજ મિલાઇસ

 

- મિલાઇસે જણાવ્યું કે, ‘તે રાતે મારી તબિયત ખૂબ ખરાબ હતી. રાતના આશરે 3 વાગી રહ્યા હતા અને મને સતત વોમિટિંગ થઈ રહી હતી, તેના પછી મે મારી મમ્મીને કહ્યું કે મારે હોસ્પિટલ જવું જોઈએ. અમને લાગ્યું કે અપેન્ડિક્સના કારણે આવું થઈ રહ્યું હશે. થોડી જ સેકેન્ડ પછી દબાણ મહેસુસ થયું અને મારા પેટનું પાણી ફેલાઇ ગયું.’


- ‘કિચનમાં હાલત ખરાબ થવા પર મારી મમ્મીએ મને ત્યાં આરામ કરવા કહ્યું અને મારી બહેનને ફોન લગાવી દીધો. ત્યારે બાળકી મારા ટ્રાઉઝરમાંથી લપસીને નીકળી ગઈ. તેણે મારા કિચનની ફર્શ પર જન્મ લીધો. તેના પછી મને એક હોસ્પિટલ લઈ જવામાં આવી.’


- ટીનેજરનું કહેવું છે કે ‘બાળકી ગર્ભમાં પણ લાત મારી રહી હશે, પરંતુ મને ખબર ન પડી કારણ કે હું પહેલી વખત માતા બની રહી હતી. ત્યારે મને લાગ્યું કે આ ગેસ અથવા આવું જ કંઈક હશે.’

 

ત્રણ મહિના હોસ્પિટલમાં રહી બાળકી

 

- આ આંચકાના કારણે હું એટલી વધુ હેરાન થઈ ગઈ હતી કે બીજા દિવસે સવાર સુધી મને સમજમાં જ નહોતું આવ્યું કે હું માતા બની ગઈ છું. મેં જ્યારે તેને જોઈ તો મારી અંદર માતૃત્વ જાગી ગયું અને મે તરત તેના પિતાને ફોન લગાવ્યો. અમે બાળકીનું નામ હાર્પર રાખ્યું છે.


- બાળકી સમય પહેલા એટલે કે માત્ર 6 મહિનામાં જન્મી હતી. ખૂબ નબળી હોવાના કારણે તેને 3 મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. આ દરમિયાન તેની આંખોની 2 લેઝર સર્જરી પણ થઈ.


- અધૂરો અભ્યાસ પૂરો કરવા માટે મિલાઇસ આવનારા વર્ષોમાં એક વખત ફરી સ્કૂલ જવા ઈચ્છે છે. જોકે, અત્યારે તે પોતાની બાળકી ઉપર ધ્યાન આપી રહી છે. તેની બાળકીનું વજન હવે 3.6 કિલો થઈ ગયું છે, જેનાથી તે ખૂબ ખુશ છે.

 

 

આ પણ વાંચોઃ- પ્રેગ્નેન્સી દરમિયાન માતાને આવ્યો હતો તાવ, આખું વીક ખાતી રહી એક દવા, ડિલીવરી પછી સામે આવ્યા સાઇડ ઇફેક્ટ

અન્ય સમાચારો પણ છે...