Home » Ajab-Gajab » Na Hoy » worlds most disgraceful and eccentric king who make relation with sisters and sell in market

દુનિયાનો સૌથી બદનામ અને સનકી રાજા, જે તેની બહેનો સાથે સંબંધ બનાવીને વેચી દેતો બજારમાં

Divyabhaskar.com | Updated - Sep 06, 2018, 05:39 PM

2000 વર્ષ પછી પણ આ ક્રૂર રાજા કહાણી જાણીને લોકો ચોંકી જાય છે

 • worlds most disgraceful and eccentric king who make relation with sisters and sell in market
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  અજબ-ગજબ ડેસ્કઃ દુનિયાભરમાં અમુક એવી ઘટનાઓ અને કહાણીઓ છે જે ઘણીવાર માનવતા માટે કલંક સાબિત થઈ છે. એવી જ એક કહાણી છે એક રાજાની જેને રાક્ષસ કહેવો ખોટો નથી. આ રાજા તેની બહેનો સાથે સંબંધ બાંધીને તેને વેશ્યાવૃતિ માટે બજારમાં વેચી દેતો હતો. હદ તો ત્યારે થઈ ગઈ હતી જ્યારે તેણે તેની જ પત્નીને મિત્રો સામે એક વસ્તુની જેમ પિરસી હતી. તેની સનકના કિસ્સા અહીંયા પણ ખતમ નથી થતા. આજે અમે તમને જણાવી રહ્યા છીએ દુનિયાના સૌથી સનકી રાજા ગાયસ જૂલિયસ સીઝર જર્મેનિક્સ એટલે કે 'કાલિગુલા'ની કહાણી.

  રાજા નહીં તે હૈવાન હતો


  ગાયસ જૂલિયસ સીઝર જર્મેનિક્સ, એટલે કે કાલિગુલા રોમનો ત્રીજો સમ્રાટ હતો. અમુક લોકો તેને પાગલ કહેતા હતા. 2000 વર્ષ જૂની આ રાજાની કહાણીને જાણીને લોકો ચોંકી જાય છે.

  બકરીનું નામ સાંભળતા જ કરાવી દેતો હત્યા


  કદ કાઠીમાં લાંબો અને પાતળો દેખાતો કાલિગુલા તેના અજીબોગરીબ હુકમને લઈને ચર્ચામાં આવ્યો. તેનું શરીર બહુ મજબૂત હતુ, પરંતુ આંખ અંદર ઘૂસેલી હતી જેના કારણે લોકો હસી-મજાકમાં તેની સરખામણી બકરી સાથે કરતા હતા. આ કારણે તે તેની સામે બકરીનો ઉલ્લેખ સાંભળી શકતો નહોત. જે કોઈ તેની સામે બકરીનું નામ પણ લેતું, તેને તે સીધી મોતની સજા સંભળાવી દેતો હતો.

  લાંબા વાળ હોય તેને પણ આપતો સજા

  માત્ર આટલું જ નહીં કાલિબુલા તેના સામ્રાજ્યમાં કોઈ લાંબા વાળ ધરાવતા કોઈ વ્યક્તિને પસંદ કરતો નહોત. આવું કોઈ તેની નજર સામે આવતુ તો તે તરત એ વ્યક્તિને પકડીને વાળ કપાવવાનો હુકમ આપતો હતો.

  ઘોડાને બનાવી દીધો રાજ્યમંત્રી


  કાલિગુલાને ઘોડા સાથે બહુ પ્રેમ હતો ખાસ કરીને તે તેના ઘોડા એનસિટૈટસને બહુ માનતો હતો, પરંતુ આ લગાવ પણ સનકમાં બદલાઈ ચૂક્યો હતો. તેણે પોતાના ઘોડા માટે એક મહેલ બનાવી દીધો, જેમાં તે શાંતિથી રહી શકે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેણે પોતાના ઘોડાને રાજ્યમંત્રી બનાવી દીધો.

  બહેન સાથે હતા તેના સંબંધ


  કાલિગુલાને લઈને ઈતિહાસમાં એ વાતો પણ નોંધાયેલી છે કે, તેણે તેની બહેન સાથે શારીરિક સંબંધો હતા. કિશોરાવસ્થામાં કાલિગુલા તેની પરદાદી સાથે રહેતો હતો. આ દરમિયાન તેની બહેન જૂલિયા ડૂસિલા સાથે સંબંધ બની ગયા. મનાય છે કે, કાલિગુલાની દારિદ્રયતા બહેનના લગ્ન પછી પણ ચાલુ રહી. આટલું જ નહીં તેના પરિવારની સ્ત્રીઓ અને બહેનો સાથે સંબંધ બનાવીને તેને વેશ્યાવૃતિ માટે વેચી દીધી.

  મિત્રો સામે પોતાની જ પત્નીને નગ્ન કરી દીધી


  કાલિગુલાએ ચાર લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્નીનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ તેણે એક મહિલાને તેના લગ્નના દિવસે કિડનેપ કરીને પોતે લગ્ન કરી લીધા. તેની ત્રીજી પત્ની એક અન્ય પુરુષ સાથે પહેલેથી પરિણીત હતી. તેની ચોથી પત્ની મિલોનિયાએ તેને અમુક હદ સુધી કાબૂમાં રાખ્યો હતો. તેનું પરિણામ બહુ ખોટું આવ્યું. કાલિગુલાની ચોથી પત્ની બહુ સુંદર અને બુદ્ધિમાન હતી અને આ સાબિત કરવા માટે તેણે તેના મિત્રો સામે મિલોનિયાની નગ્ન પરેડ કરાવી દીધી હતી.

  સોનામાં સ્નાન કરતો, મોતી ઓગાળીને પીતો હતો


  સોનાના આભૂષણ અને સિક્કા તેના ટબમાં ભરીને કાલિગુલા સ્નાન કરતો હતો. ઘણીવાર તે માત્ર સોના પર જ ચાલતો હતો. સોનું તેને બહુ પસંદ હતું. તે વિનેગારમાં નાખીને ઓગાળેલા મોતી પણ પીતો હતો. આ બદનામ રાજાની હેરાન કરી દેતી કહાણી પર બોલિવૂડ ફિલ્મ્સ અને ડોક્યૂમેન્ટ્રી પણ બની ચૂકી છે.

  આ પણ વાંચો - પતિના વધેલા વજનને લઈને પરેશાન હતી મહિલા, વજન થઈ ચૂક્યું હતું 200 કિલો, પછી એક રાતે બદલી નાખી પતિની જિંદગી

 • worlds most disgraceful and eccentric king who make relation with sisters and sell in market
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • worlds most disgraceful and eccentric king who make relation with sisters and sell in market
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • worlds most disgraceful and eccentric king who make relation with sisters and sell in market
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ