દુનિયાની સૌથી હોટેસ્ટ દાદીએ પહેલીવાર કરાવ્યું ફોટોશૂટ, ફેન્સને જણાવ્યું પોતાના યંગ લૂકનું સિક્રેટ

આ વર્ષે મિસ ઓસ્ટ્રેલિયા કોન્ટેસ્ટમાં 18 વર્ષની મોડલોને ટક્કર આપશે આ હોટ દાદી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 10:28 AM
Worlds Hottest Grandma Poses In Raciest Photo

અજબ-ગજબ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રહેનારી જીના સ્ટુઅર્ટને દુનિયાની સૌથી સુંદર દાદી-માં કહેવામાં આવી રહ્યી છે. આ નામ તેને તેના લાખો ફોલોઅર્સે આપ્યું છે. હાલમાં જ, તેણે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું છે, જેના પર તેને મિક્સ રિએક્શન મળી રહ્યા છે. તેણે આ ફોટોઝ ઇસ્ટાગ્રામ પર શેર કર્યા છે. જીનાના બે દીકરા અને બે દીકરીઓ છે, જેમાંથી બેના લગ્ન થઇ ચૂક્યા છે. તે ગયા વર્ષે જ દાદી પણ બની છે. આશ્ચર્યની વાત એ છે કે, તે 48 વર્ષની છે આ બાબત પર કોઇ વિશ્વાસ કરી શકતું નથી. જીનાએ આ વર્ષે મિસ ઓસ્ટ્રેલિયા કોન્ટેસ્ટમાં ભાગ લઇને 18 વર્ષની મોડલ્સને પણ ચુનૌતી આપી છે. જીનાને આશા છે કે, તે મિસ ઓસ્ટ્રેલિયા 2018નું ટાઇટલ જીતી લેશે.

જણાવ્યું સુંદરતાનું રહસ્યઃ-
- 48 વર્ષની જીનાએ જણાવ્યું કે, તેની સુંદરતા સંપૂર્ણ રીતે નેચરલ છે. તેણે કોઇપણ સર્જરી કરાવી નથી. તેણે કહ્યું કે, તે લાંબા સમયથી પીવાના પાણીનું ધ્યાન રાખી રહી છે. તે એવી કોઇ પાણીની બોટલનો ઉપયોગ નથી કરતી જેમાં BPA (બિસ્ફિનોલ, એક પ્રકારનું કેમિકલ) હોય. આ કેમિકલ અનેક પ્રકારે શરીરને પ્રભાવિત કરે છે. આ સિવાય તે માત્ર ક્ષારયુક્ત પાણી જ પીવે છે.

- જીનાએ જણાવ્યું, સ્કિન પર લગાવવા માટે મેં આજ સુધી કોઇપણ કેમિકલ બેસ્ડ બ્યૂટી પ્રોડક્ટ્સ ઉપયોગમાં લીધા નથી. મેં પોતાના વાળ માટે ઓર્ગેનિક નારિયેળ તેલનો જ ઉપયોગ કર્યો છે. એક ઓર્ગેનિક મોસ્ચુરાઇઝર ઉપયોગમાં લઉ છું. આ સિવાય હું કંઇ જ એકસ્ટ્રા બ્યૂટી પ્રોડક્ટ્સ ઉપયોગમાં લેતી નથી.

ઇસ્ટાગ્રામ પર છે આટલાં ફોલોઅર્સઃ-
- જીનાની પૉપ્યુલૅરિટિનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે, માત્ર ઇસ્ટાગ્રામ પર જ તેના 66 હજારથી વધારે ફોલોઅર્સ છે. ઇસ્ટાગ્રામ પર જીના પોતાના ગ્લેમર તસવીર શેર કરવાની સાથે-સાથે હેલ્થ એન્ડ બ્યૂટી ટિપ્સ પણ આપે છે. આ માટે જ તેને દુનિયાની સૌથી સુંદર દાદી કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ- 25 વર્ષ સુધી દુનિયાથી દૂર પોતાના કૂતરા સાથે વેરાન ગુફામાં રહ્યો'તો વ્યક્તિ, પથ્થરોની કોતરણી કરી ગુફાને બનાવી દીધો મહેલ

X
Worlds Hottest Grandma Poses In Raciest Photo
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App