તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Heartbreaking Story Of A Woman Who Freezed Her Eggs To Get Pregnant In 40s Doctors Shared Devastating News

40 વર્ષે માં બનવા માંગતી'તી યુવતી, ફ્રીઝ કરાવી ચૂકી હતી પોતાના 14 એગ્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

(આ કહાણી 'મેડિકલ સાઇન્સ' સીરીઝ પર આધારિત છે. દુનિયાભરમાં મેડિકલ સાઇન્સ સાથે જોડાયેલ અનેક રિયલ લાઇફ શોકિંગ સ્ટોરીઝ છે, જેને જાણ્યા પછી આપણે અવેર થઇ શકીએ છીએ)

 

અજબ-ગજબ ડેસ્કઃ બ્રિટનમાં એક સિંગલ મહિલાને પ્રેગ્નેન્સીની નવી તકનીક પર વિશ્વાસ કરવો મોંઘો પડી ગયો હતો. જોકે, એલિસ મેન નામની મહિલા કામ અને કરિયરના કારણે 40ની ઉંમરમાં માતા બનવા માંગતી હતી. જેની માટે તેણે 36 વર્ષની ઉંમરમાં એક નવી તકનીક પર વિશ્વાસ કરીને પોતાના ઇંડાને ફ્રીઝ કરીને રાખ્યાં હતાં. જેની મદદથી માતા બનવાનો દાવો કરવામાં આવતો હતો. પરંતુ 40ની થઇ ચૂકેલી એલિસે જ્યારે માતા બનવાની તૈયારી શરૂ કરી ત્યારે ડોક્ટર્સે તેને ખરાબ સમાચાર આપ્યાં હતાં. 

 

હવે ક્યારેય માતા નહીં બની શકે એલિસઃ-
- ડોક્ટર્સે જ્યારે ફોનથી એલિસને જાણકારી આપી ત્યારે તેને દુઃખ થયું. ફોન પર તેને જણાવવામાં આવ્યું કે, ચાર વર્ષ પહેલાં તેણે જે 14 ઈંડા ફ્રીઝ કરીને રખાવ્યાં હતાં, તેમાંથી માત્ર બે જ ફર્ટિલાઇઝ થઇ શક્યા છે. પરંતુ તે બે ઈંડા પણ એબનોર્મલ છે, જેનાથી બાળક જન્મી શકશે નહીં. આ સાંભળીને જ એલિસ રડવા લાગી હતી. તેણે કહ્યું, 14માંથી 1 પણ એગ ફર્ટિલાઇઝ થયું નહીં. હું માત્ર એક જ બાળક ઇચ્છતી હતી.

 

ખર્ચ કર્યા 13 લાખ રૂપિયાઃ-
- એલિસે જણાવ્યું કે, તેણે આ તકનીકથી માતા બનવા માટે લગભગ 13 લાખ રૂપિયા ખર્ચ કરી દીધા હતાં. તેણે પોતાના ઈંડાને સુરક્ષિત રાખવા માટે આ કિંમત ચૂકવી હતી. પરંતુ તેને અફસોસ છે કે, આટલાં રૂપિયા ખર્ચ કર્યા છતાં તે માતા બની શકી નહીં.

 

નિષ્ણાતે જણાવ્યું ક્યા ભૂલ થઇઃ-
- સ્ત્રીરોગ અને ગર્ભધારણ પર એક બ્રિટિશ જર્નલમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, ઈંડાને ફ્રીઝ કરવાની સૌથી યોગ્ય ઉંમર 20 વર્ષ છે. નિષ્ણાતો પ્રમાણે આ સમયે ઈંડા આઈવીએફ ફર્ટિલાઇઝેશન માટે સૌથી તાકાતવર હોય છે અને સમયની સાથે-સાથે તેની ફર્ટિલાઇઝેશન કરવાની તાકાત ઘટી જાય છે. એલિસના મામલામાં માતા નહીં બની શકવાનું સૌથી મોટું કારણ ઈંડાને 36 વર્ષની ઉંમરમાં ફ્રીઝ રાખવાનું હતું. નિષ્ણાતોએ કહ્યું, આ ઉંમરમાં ફ્રીઝ કરેલાં ઈંડાથી માતા બનવાની સંભાવના માત્ર 3 ટકા જ રહે છે.

 

હવે લોકોને આ બાબતે જાણકારી આપીશઃ-
- માતા ન બની શકવા અને 40ની ઉંમરમાં પણ સિંગલ રહેવાથી એલિસ ખૂબજ દુઃખી છે. તેના પ્રમાણે, તેનાથી વસ્તુઓને સમજવામાં ભૂલ થઇ ગઇ. જો પહેલાં તેણે આ પગલું ઉઠાવ્યું હોત તો આજે આ દિવસ જોવો ન પડતો. એલિસે કહ્યું કે, તે હવે પોતાની જેવી મહિલાઓને આ વિશે જાણકારી આપશે અને અવેર કરશે. જેનાથી તે અન્ય મહિલાઓ યોગ્ય નિર્ણય લઇ શકે.

 

શું હોય છે આઈવીએફઃ-
આઈવીએફ એટલે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન નિઃસંતાનતાનો સૌથી પ્રભાવી ફર્ટિલિટી ઉપચાર માનવામાં આવે છે. આ એવી પ્રક્રિયા છે જેમાં એગ અને સ્પર્મને શરીરની બહાર એટલે લેબમાં ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. આ તે દંપતીઓ માટે સૌથી સુરક્ષિત અને સરળ ઉપચાર પ્રક્રિયા છે જે પોતાની ઇનફર્ટિલિટી સમસ્યાના કારણે માતા-પિતા બની શકતાં નથી. આઈવીએફને સામાન્ય ભાષામાં ટેસ્ટ ટ્યૂબ બેબી તકનીક પણ કહેવામાં આવે છે. જેમાં એક અન્ય નવી તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં મહિલાઓના ઈંડાને ફ્રીઝ કરીને ભવિષ્યમાં જરૂરિયાત પ્રમાણે ફર્ટિલાઇઝેશન કરવામાં આવે છે. પરંતુ તેમાં ઈંડાની ક્વોલિટી પર બધું નિર્ભર રહે છે.

 

આ પણ વાંચોઃ- બ્રેઇન ટ્યૂમરને લીધે થોડાં દિવસોની મહેમાન હતી બાળકી, પોપે માથે KISS કરતા થયો ચમત્કાર