• Gujarati News
  • National
  • Horrified Woman Thought The Wild Creature Was Rat, But Acctualy It Was Something Very Weird

મહિલા જેને સમજી રહી હતી ઉંદર તે નીકળ્યો ખતરનાક કીડો, સોશ્યિલ મીડિયા પર શેર કર્યો વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ ઇંગ્લેન્ડના સાઉથૈમ્પટનમાં રહેનાર બેક્સ ડીન નામની મહિલા દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં તેના ઘરમાં 5-6 ઇંચનું જીવ પસાર થતું જોવા મળી રહ્યું છે. પહેલાં તે મહિલાને એ જીવની પૂંછડી જોઇને ઉંદર હોય તેવું લાગ્યું હતું. પરંતુ સોશ્યિલ મીડિયા પર લોકોએ જણાવ્યું કે તે ઉંદર નહીં પરંતુ એક ખતરનાક જીવ છે. આ જીવ ડેડબોડીમાં ઉછરે છે.

 

આ કીડાના હાથ-પગ કે આંખ હતી નહીં-
- બેક્સ આ જીવને જોઇને ત્યારે ડરી ગઇ જ્યારે તેણે જોયું કે આ જીવના હાથ-પગ કે આંખ નથી. તેણે તરત જ પોતાનો મોબાઇલ લીધો અને તેનો વીડિયો બનાવી લીધો. ત્યાર બાદ તેને જાણવા મળ્યું કે આ એક પ્રકારનો કીડો છે જેમાંથી એક પાંખવાળું જીવડું નીકળે છે. આ કીડો ખૂબ જ ગંદો અને ઝેરીલો માનવામાં આવે છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે જો આ એક કીડો હતો, તો આટલો મોટો કેવી રીતે થયો અને મહિલાના ઘરમાં કેવી રીતે આવી ગયો?

 

સોશ્યિલ મીડિયા પર આવ્યાં અઢળક કમેન્ટઃ-
- બેક્સ દ્વારા શેર કરવામાં આવેલાં આ વીડિયોને હજારો લોકોએ શેર કર્યો. તેના પર વિવિધ કમેન્ટ્સ પણ આવી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, હે ભગવાન આ શું જીવ છે. આવું જીવ મેં મારા જીવનમાં ક્યારેય જોઇ નથી. ત્યાં જ બીજા વ્યક્તિએ બેક્સને આ જીવથી દૂર રહેવાની સલાહ આપી હતી.

 

આ પણ વાંચોઃ- રોડ એક્સિડેન્ટનો ભોગ બની 9 મહિના પ્રેગ્નેન્ટ મહિલાઃ પેટ ફાટી જતાં દૂર જઇને પડ્યું બાળક, મહિલાનું ઘટનાસ્થળે જ મોત