ઘરની બહાર રમવા ગયો'તો Dog, પાછો ફર્યો તો શરીર પર દેખાયા વિચિત્ર નિશાન, ઓનરને લાગ્યો કોઈ જંતુ કરડવાનો ડર

ડોગને જયારે ડોક્ટર પાસે લઇ ગયા તો સામે આવી હચમચાવી દેતી હકીકત

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:35 PM
Woman thinks dog riddled with bug bites later realizes truth

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: અમેરિકામાં એક કૂતરા સાથે અજીબોગરીબ ઘટના થઇ. ઈંગ્લીશ માસ્ટીક બ્રીડનો કૂતરો જેક્સન પોતાના માલિકના ઘરની બહાર રમવા ગયું હતું અને જયારે તે પરત ફર્યું ત્યારે તેના શરીર પર વિચિત્ર નિશાન પડી ગયા હતા. માલિકને લાગ્યું કે કોઈ જીવજંતુએ તેને કરડ્યું છે. પણ જયારે તેણે જેક્સનને નજીકથી જોયો તો આ નિશાન પાછળના ગંભીર કારણ નજરે પડ્યા. કૂતરાના શરીર પર જગ્યાએ-જગ્યાએ ગોળીઓ મારવામાં આવી હતી.

* ડોગીના શરીરમાંથી નીકળા 27 છરા:
- ઘટના ગયા વર્ષે ઇન્ડિયાના સ્ટેટના સેમોરમાં થઇ, જ્યાં ડોગી જેક્સન, હોવર્ડ ફેમિલી સાથે રહેતો હતો અને તે પરિવારનો ભાગ બની ગયો હતો
- જેક્સન રોજ ઘરની પાછળ ફળિયામાં અથવા ઘરની બહાર ફરવા અને રમવા જતો હતો. ઘટનાના દિવસે પણ તે ઘરની બહાર રમવા ગયો હતો
- પણ જયારે જેક્સન ઘરે પરત ફર્યો તો તેની ઓનર હેડન તેની હાલત જોઈને ગભરાઈ ગઈ. ડોગીના શરીર પર કેટલીયે જગ્યાઓ પર નિશાન પડ્યા હતા
- હેડનને પહેલા લાગ્યું કે તેને બહાર મોટા કીડાએ કરડ્યું છે, પણ જયારે નજીકથી જોયું તો અંદાજ આવ્યો કે તે ગોળીઓના નિશાન હતા, આ જોતા જ હેડન તરત તેને ક્લિનિક લઈને પહોંચ્યો
- ડોક્ટરે જ્યારે તપાસ્યું તો હેડનની શંકા સાચી નીકળી. ડોક્ટરે તેના શરીરમાંથી કેટલાયે છરા કાઢયા, જેણે જેક્સનના કાન, આંખ અને પગમાં કાણા પાડી દીધા હતા
- ડોક્ટરે જેક્સનના શરીરથી લગભગ 27 છરા કાઢ્યા અને લગભગ 20 છરા પોતાની જગ્યાએ જ છોડી દીધા, કેટલીક જગ્યાએ છરા અંદર ગયા ન હતા.

* પકડાઈ ગયો આરોપી પડોસી:
- ઓનરે આ બાબતે ખબર આપી, જેના પછી પોલીસે આરોપીને શોધી કાઢ્યો અને ડોગીના રમવાની જગ્યા પરથી અંદાજ લગાવ્યો કે ગોળી તરફથી લાગી હતી
- આ પછી પોલીસે પડોસી પર શક કરતા તેના મકાનની તપાસ કરી. પડોસીના ઘરમાંથી જ બંદૂક અને છરા મળી આવ્યા હતા.

X
Woman thinks dog riddled with bug bites later realizes truth
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App