અનોખો પ્રાણીપ્રેમ / આ અમેરિકન વિદ્યાર્થિની ઘાયલ કરચલાને ઘરે લાવીને સારસંભાળ કરે છે

woman takes care of stray crabs

DivyaBhaskar.com

Jan 10, 2019, 05:25 PM IST

અજબ ગજબ ડેસ્કઃ અસહાય ગાય, શ્વાન કે બિલાડીની સારસંભાળ રાખીને તેમને સહારો આપતા લોકો વિશે તમે અવારનવાર વાંચતા હશો, પણ સારા પોર્ટર નામની અમેરિકન યુવતી સાવ અનોખું કામ કરી રહી છે. સારા વિશેષ પ્રજાતિવાળા હર્મિટ કરચલાઓને બચાવવાના કામમાં પ્રવૃત્ત છે.ન્યુયોર્કમાં રહેતી સારા પોર્ટર કનેક્ટિકટ અને ન્યુ જર્સીથી આ કરચલાઓને બચાવીને લાવે છે. સારાના જણાવ્યા પ્રમાણે, 'એણે આ કરચલા દત્તક લીધા છે. તેમાના ઘણા તો એવા છે, જે ખૂબ જ ઘાયલ હાલતમાં મળ્યા હતા. સારાના કહેવા અનુસાર તે ત્રણ રાજ્યોમાં ફરવા નીકળી ત્યારે જોયું કે સમુદ્ર કિનારે હર્મિટ કરચલા ચાલી રહ્યા છે. કોઇને તેમની સુરક્ષાની ચિંતા નહોતી. સારા 30 ઘાયલ કરચલા પોતાના ઘેર લેતી આવી હતી. ચિંતા હતી કે તેમની યોગ્ય સારસંભાળ કેવી રીતે લેવામાં આવે? કારણ કે આ કરચલા ગરમ સ્થિતિમાં રહેતા કેરેબિયન બાજુના છે, જે જંગલમાં નથી રહી શકતા. તેથી ઘરમાં જ તેના રહેવાની વ્યવસ્થા કરી. સારાએ સમુદ્ર આકારની કાચની વિશેષ ટેન્ક તૈયાર કરાવી હતી. તેમાં પાણી, રેતી અને ભોજન રાખ્યું હતું, જેથી કરચલાને સમુદ્રમાં હોવાની અનુભૂતિ થાય.

સારા કહે છે, 'માત્ર કરચલા જ શું કામ, તમામ પ્રાણીઓની ચિંતા કરવી જોઇએ. કેટલાક લોકો મિત્રોને કરચલા ભેટમાં આપે છે. કેટલાક ભેટમાં મળેલા કરચલાને આમ જ સમુદ્ર કિનારે છોડી દે છે અથવા ગિફ્ટ ગેલેરીવાળાને વેચી દે છે, કારણ કે તેમની યોગ્ય રીતે સંભાળ રાખી શકતા નથી. તેવામાં આ કરચલા કાં તો કોઇના પગ નીચે કે કોઇ ગાડી નીચે આવી જાય છે. મારું માનવું છે કે આ બધું રોકવા માટે એક મોટી યોજનાની જરૂર છે, જેથી આવા અનોખાં પેટ્સને ભરપૂર પ્રેમ અને રહેવા લાયક જગ્યા આપી શકાય.
X
woman takes care of stray crabs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી