કંપનીમાં ચાલુ ડયૂટીએ ઇનરવેર ન પહેરવા બદલ યુવતીને નોકરીમાંથી કાઢી મુકાઈ, યુવતીએ કંપની પર કર્યો કેસ

ઓફિસમાં ઇનરવેર પહેરીને નહોતી આવતી યુવતી, પૂછ્યું - અમારા માટે જ આ નિયમ કેમ?

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 06:23 PM
woman sues her employer for breaching human rights

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: કેનેડામાં રહેતી 25 વર્ષની એક યુવતીને તે સમયે નોકરીમાંથી કાઢી નાખવામાં આવી કારણકે તેણે કંપનીનો ડ્રેસકોડ ફોલો કરવાથી ઇન્કાર કરી દીધો હતો હતો. તે ઓફિસમાં ઇનરવેર (બ્રા) પહેરીને આવતી ન હતી. જયારે કંપની રૂલ્સ મુજબ તેને આ કરવું જરૂરી હતું. હવે આ મામલે યુવતીએ માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેનું કહેવું છે કે આવો કોઈ રુલ પુરુષો માટે તો નથી, તો અમારા ઉપર નિયમ કેમ થોપવામાં આવી રહ્યા છે.

* ગોલ્ફ કંપનીમાં દારૂ પીરસે છે યુવતી
- આ સ્ટોરી અલ્બર્ટા શહેરમાં રહેતી 25 વર્ષની ક્રિસ્ટિના શૈલની છે. જે થોડા સમય પહેલા સુધી શહેરના ઓસોયૉસ ગોલ્ફ ક્લ્બમાં દારૂ પીરસવાનું કામ કરતી હતી
- તાજેતરમાં જ કંપનીએ એક નવો ડ્રેસકોડ જાહેર કરતા ટેબલ પર પરોસવામાં આવતી દરેક ફીમેલ કર્મચારી માટે ઇનરવેર (બ્રા કે અન્ડરશર્ટ) પહેરવું ફરજીયાત કરી દીધું હતું. કંપની મુજબ તેનો ઈરાદો તેમની સુરક્ષા કરવાનું છે.
- ઇનરવેર ફરજીયાત કર્યા બાદ પણ જયારે શૈલ ન માની તો કંપનીએ તેમના વિરુદ્ધ એક્શન લેતા તેને નોકરીમાંથી કાઢી મૂકી. હવે તેણે પોતાની પૂર્વ કંપની વિરુદ્ધ કેસ કરતા માનવાધિકારના ઉલ્લંઘનની ફરિયાદ દાખલ કરાવી છે.

* યુવતીએ જણાવ્યું ઇનરવેર નહીં પહેરવાનું કારણ
- એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા ક્રિસ્ટિનાએ જણાવ્યું કે જ્યારે આ બાબતે મેં મારા ગોલ્ફ ક્લ્બ મેનેજર સાથે વાત કરી, તો તેમણે કહ્યું કે 'આ નિયમ લોકોથી તમારી સુરક્ષા માટે છે.' આગળ તેમણે કહ્યું,'મને ખબર છે કે ગોલ્ફ ક્લ્બમાં જયારે લોકો દારૂ પી લે છે, તો પછી શું થાય છે.'
- શૈલનું કહેવું છે કે 'મેં બે વર્ષ પહેલા ઇનરવેર પહેરવાનું બંધ કરી દીધું હતું, કારણકે તેનાથી મને બેહદ તકલીફ પડતી હતી.' આ મામલે તેણીએ માનવાધિકાર કાનૂન અંતર્ગત ફરિયાદ કરી છે. કારણકે પુરુષો માટે આવી કોઈ મનાઈ નથી કે તેમણે શું પહેરવું અને શું ન પહેરવું.
- શૈલ મુજબ 'મારા સાથે લૈંગિક ભેદભાવ થયો છે, માટે આ માનવાધિકાર સાથે જોડાયેલો મુદ્દો છે. મારી પાસે નિપ્પલ છે જે પુરુષો પાસે પણ હોય છે.'

X
woman sues her employer for breaching human rights
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App