ઘરનું લેટરબોક્સ જોઇને પોસ્ટમેનને લાગ્યું કંઇક અજીબ, તેણે તરત પાડોસીઓને જણાવ્યું, બોલાવવામાં આવી પોલીસ

અંદર જઇને જોયું તો મહિલાની પરિસ્થિતિ જોઇને લોકો થયા ઇમોશનલ

Divyabhaskar.com | Updated - Dec 06, 2018, 03:25 PM
Woman Rescued After Being Trapped in Bathtub for 5 Days

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકામાં રહેનારી 54 વર્ષની એક મહિલા પોતાના જ ઘરના બાથટબમાં 5 દિવસ સુધી બંદી બનીને ફસાયેલી રહી. નાહતી વખતે તે બાથટબમાં ફસાઇ ગઇ હતી. તેનું જીવન ત્યારે બચી શક્યું જ્યારે તેના ઘરે પહોંચેલાં પોસ્ટમેનને લેટરબોક્સ જોઇને આશંકા થઇ હતી. તેણે તરત આ વિશે મહિલાના પાડોસીઓને જણાવ્યું, ત્યાર બાદ તેમણે પોલીસને બોલાવી લીધી હતી. ઘરનો દરવાજો તોડીને જ્યારે પોલીસ અંદર ગઇ ત્યારે તેમને મહિલા બાથટમમાં ફસાયેલી જોવા મળી. બાથટમમાંથી બહાર નીકળ્યાં બાદ મહિલા પોતાના પાડોસીઓ અને તે પોસ્ટમેનને ધન્યવાદ કહી રહી છે.

બાથટબમાં ફસાઇ ગઇ મહિલાઃ-
- આ સ્ટોરી અમેરિકાના મિશીગનમાં રહેનારી મહિલા એલિસન ગિબ્સનની છે. જે ખૂબ જ જાડી છે અને તેનું વજન પણ ખૂબ જ વધારે છે. એલિસન હંમેશાંની જેમ 15 ઓક્ટોબરના રોજ પોતાના બાથટબમાં નાહવા માટે ગઇ હતી.
- નાહ્યા બાદ મહિલાએ જ્યારે બહાર આવવા માટે ત્યાં દીવાર પર લાગેલાં લોખંડના હેન્ડલને પકડવાની કોશિશ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે, તે પોતાના શરીરને હલાવી શકતી નથી. તે બાથટબમાં ખરાબ રીતે ફસાઇ ચૂકી હતી.
- મોટાભાગે મહિલા દીવાલ પર લાગેલાં તે જ હેન્ડલની મદદથી બાથટબની બહાર નીકળતી હતી. પરંતુ આવું ત્યારે થતું હતું જ્યારે તે સૂઇને નાહતી હતી, પરંતુ આ વખતે તેનાથી બેસીને નાહવાની ભુલ થઇ ગઇ. આ દરમિયાન તે ખરાબ રીતે ફસાઇ ગઇ અને તેનાથી શરીરને હલાવવું પણ મુશ્કેલ થઇ ગયું.
- મહિલાની સ્થિતિ ત્યારે વધારે ખરાબ થઇ ગઇ જ્યારે તેને યાદ આવ્યું કે, તે પોતાનો ફોન તો બીજા રૂમમાં જ ભુલીને આવી હતી. ઘરમાં એકલી રહેવાના કારણે તેને કોઇની મદદ મળવાની આશા હતી નહીં. ત્યાર બાદ તેણે આડોસ-પાડોસના લોકોને બોલાવવા માટે અવાજ પણ કર્યો, પરંતુ કોઇ સુધી તેનો અવાજ પહોંચ્યો નહીં.

પોસ્ટમેનની સમજદારીથી મહિલાનું જીવન બચ્યુંઃ-
- મહિલા કોઇ સાથે સંપર્ક કરી શકતી ન હતી કે ત્યાંથી બહાર પણ નીકળી શકતી ન હતી. બાથરૂમ ઘરની પાછળ તરફ હતું, આ કારણે કોઇ સુધી અવાજ પણ પહોંચી શકતો ન હતો. એવામાં તેનું બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું.
- મહિલા લગભગ અનેક દિવસો સુધી ત્યાં જ ફસાયેલી રહેતી, જો 19 ઓક્ટોબરે ત્યાં પોસ્ટમેન તેના ઘરે પહોંચતો નહીં. ઘરનું લેટરબોક્સ ભરેલું જોયું તો તેને શંકા થઇ અને તેણે આ વિશે મહિલાના પાડોસીઓને જણાવી દીધું.
- ત્યાર બાદ થોડાં લોકો તેના ઘરની પાછળ તરફ ગયાં, જ્યાથી તેમણે મહિલાને અવાજ આપ્યો, બદલામાં એલિસને તેમને પોતાની સ્થિતિ જણાવીને મદદ માંગી. ત્યાર બાદ પાડોસીઓએ પોલીસને જાણકારી આપી.
- પોલીસના આવ્યાં બાદ થોડાં લોકોએ બારીના રસ્તે એલિસનના ઘરે આવ્યાં અને બાથરૂમનો દરવાજો ખોલીને તેનો જીવ બચાવ્યો. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તે બાથટબમાં સૂતેલી હતી. તેની હાલત ઠીક હતી.
- એલિસને જણાવ્યું કે, પાંચ દિવસ સુધી તેને ખાવા માટે કંઇ મળ્યું ન હતું. આ દરમિયાન જ્યારે પણ તેને ઠંડી લાગતી તે ગરમ પાણીથી નાહી લેતી હતી, ત્યાં જ જ્યારે પ્રેમ લાગતો ત્યારે તે ઠંડું પાણી પી લેતી હતી.
- ત્યાર બાદ મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી, જોકે, તે સંપૂર્ણ રીતે ઠીક હતી નહીં. છતાંય ચાર દિવસ સુધી તેને દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. ઠીક થયા બાદ તેણે પાડોસીઓ અને ખાસ કરીને તેના પોસ્ટમેનનો ધન્યવાદ કર્યો હતો. ગિબ્સને જલ્દી જ ઘરમાં એક મોટું બાથરૂમ લગાવવાની વાત પણ કહી દીધી.

આ પણ વાંચોઃ- સતત વધતું હતું મહિલાનું પેટ, દરેકને લાગ્યું તે બનવાની છે અનેક બાળકોની માતા, પરંતુ જ્યારે અલ્ટ્રાસાઉન્ડ થયું ત્યારે સ્ક્રીન જોઇને ગભરાઇ ગઇ મહિલા

Woman Rescued After Being Trapped in Bathtub for 5 Days
Woman Rescued After Being Trapped in Bathtub for 5 Days
X
Woman Rescued After Being Trapped in Bathtub for 5 Days
Woman Rescued After Being Trapped in Bathtub for 5 Days
Woman Rescued After Being Trapped in Bathtub for 5 Days
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App