પતિ સાથે ફરવા ગયેલી પત્નીનું 5 વાર ચાલુ-બંધ થયું હાર્ટ, જીવિત થયાં બાદ યુવતીએ કહ્યું, 'હું સ્વર્ગ જોઇને આવી છું'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ અમેરિકાના ફીનિક્સની રહેનારી ટીના હાઇન્સ બે મહિલા પહેલાં મૃત્યુના મુખમાં જઇને પાછી ફરી છે. પતિની સાથે તે માઉન્ટેન હાઇકિંગ પર ગયેલી ટીનાના હાર્ટે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. ટીનાનું હાર્ટ થોડાં કલાકમાં પાંચવાર બંધ થયું અને પાંચવાર રિસ્ટાર્ટ થયું. ટીનાનો દાવો છે કે હાર્ટબીટ બંધ થયા તે દરમિયાન તેણે સ્વર્ગનો સફર કર્યો અને તેનો સામનો જીસસ સાથે પણ થયો. આ ઘટનાનો ઉલ્લેખ તેણે પોતાની ફેસબૂક પોસ્ટમાં પણ કર્યો છે.

 

વાંચોઃ- 16 વર્ષના યુવકના પ્રેમમાં પડી 31 વર્ષની મહિલા, 2 દીકરા હોવા છતાં આપ્યો એક અન્ય બાળકને જન્મ

 

ટીના હાઇકિંગ દરમિયાન બેહોશ થઇ હતીઃ-

 

ટીના અને બ્રાયન હાઇકિંગ પર ગયા હતાં કે અચાનક તે બેહોશ થઇને પડી ગઇ. તેના હ્રદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેની આંખ ખુલી હતી અને તેના શરીરમાં કોઇ પ્રકારનું હલનચલન થતું ન હતું. બ્રાયને ટીનાના ધબકારા પાછા લાવવા માટે તેને સીપીઆર (મેનુઅલી શોક) આપ્યો. હ્રદયે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ ફરી અટકી ગયું. થોડીવારમાં જ પેરામેડિક્સની ટીમ ત્યાં પહોંચી ચૂકી અને તેઓ ટીનાનું હાર્ટ રિસ્ટાર્ટ કરવાની કોશિશ કરી રહ્યા હતાં. ટીનાના હ્રદયના ધબકારા જવા અને પાછા આવવાનો સિલસિલો આવી જ રીતે પાંચવાર ચાલ્યો.

 

હાર્ટબીટ બંધ થવા દરમિયાન થઇ જીસસ સાથે મુલાકાતઃ-

 

પાંચવાર હાર્ટબીટ બંધ થવા અને પાછા આવવાની વચ્ચે ટીનાએ એક અલગ જ અહેસાસ થયા હોવાનો દાવો કર્યો. જોન સી લિંકન ડીર વૈલી હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ટીનાએ એક નોટ પર લખ્યું, "મેં સ્વર્ગ જોયું. તે એકદમ સાચું હતું. અહીં ખૂબ જ ચમકતા રંગ હતાં અને તેમની વચ્ચે કાળા રંગના ગેટ સામે જીસસ ઊભા હતાં. જીસસની પાછળ પીળા રંગની ચમક જોવા મળી રહી હતી."

 

ટીના માટે આ ઘટના એક ચમત્કારઃ-

 

ટીના અને બ્રાયન આ પ્રકારે પાંચવાર હાર્ટબીટ અટક્યા બાદ પણ ટીનાને ફરી જીવન મળવું એક ચમત્કાર માનવામાં આવી રહ્યું છે. ત્યાં જ, ટીનાની મદદ માટે પહોંચેલાં ફીનિક્સના ફાયરફાઇટર્સે પણ આ ઘટનાને એક ચમત્કાર જણાવી. એક ફાયરફાયટર પ્રમાણે, ટીનાને ત્રણવાર ઘટના સ્થળે અને બેવાર રસ્તામાં સીપીઆર આપવામાં આવ્યું હતું. મેં આજ સુધી કોઇને પાંચવાર આવા શોક આપ્યાં નથી. ત્યાં જ, બીજા ફાયરફાઇટરે કહ્યું કે, આ ઘટના ક્યારેય ભુલાઇ શકાશે નહીં. જોકે, થોડાં સપ્તાહની રિકવરી બાદ ટીનાને હોસ્પિટલમાંથી રિલીઝ કરી દેવામાં આવી હતી. તે હવે ડેફિબ્રિલેટર અને પેસમેકર પર છે, જે તેને ભવિષ્યમાં આવનાર અટેકથી બચાવશે.