પતિ પર મારપીટનો આરોપ લગાવીને મહિલાએ તેને મોકલી દીધો જેલ, પરંતુ એક વીડિયો દ્વારા ખુલી ગઇ પત્નીની પોલ

લગ્ન પછી તરત મહિલાએ પોતાનો મૂળ રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું

Divyabhaskar.com | Updated - Dec 05, 2018, 04:03 PM

અજબ-ગજબ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં રહેનારી એક મહિલાએ પતિ પર મારપીટનો આરોપ લગાવતાં તેને જેલ મોકલી દીધો, પરંતુ જલ્દી જ એક વીડિયોએ પત્નીની પોલ ખોલી દીધી હતી. રિપોર્ટ્સ પ્રમાણે અહીં રહેનાર ફૈઝલ ખાનની મુસ્લિમ ડેટિંગ દ્વારા અસ્મી નામની મહિલા સાથે મુલાકાત થઇ હતી. થોડાં દિવસો બાદ બંનેએ લગ્ન કરી લીધા હતાં. પરંતુ લગ્નના 8 મહિના બાદ મહિલાએ પોતાનો મૂળ રંગ બતાવવાનો શરૂ કરી દીધો હતો.

આ કારણે લગ્ન કર્યાં હતાંઃ-
- ફૈઝલે પોલીસને જણાવ્યું કે, તેને પહેલાંથી જ પત્ની પર શંકા થઇ ગઇ હતી. તે સમજી ગયો હતો કે, તેણે લગ્ન ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે કર્યાં હતાં. જ્યારે અસ્મીને જાણ થયું કે, ફૈઝલ તેની હકીકત જાણી ચૂક્યો છે, ત્યારે તેણે ફૈઝલને ફસાવવાનો પ્લાન બનાવી લીધો હતો. ફૈઝલે જણાવ્યું કે, તેની પત્નીએ તેને ફસાવવાની વાત જાતે જ કરી હતી. ફૈઝલે કહ્યું, 'એક દિવસ રાતે તેણે ધમકી આપતાં જણાવ્યું, તું મને ઘરમાંથી બહાર કરીશ? જો હું તારો શું હાલ કરું છું.'

લિફ્ટમાં પોતાને જ પંચ માર્યાઃ-
- ફૈઝલને ફસાવવા માટે તેની પત્નીએ લિફ્ટમાં જઇને પોતાના ચહેરા પર અનેક જોરદાર પંચ માર્યાં, જેનાથી તેની આંખની નીચે કાળા ઘેરા પડી ગયાં હતાં. ત્યાર બાદ તેણે પોલીસને બોલાવી લીધી હતી. પોલીસ ફૈઝલની ધરપકડ કરીને તેને લઇ ગઇ હતી. ત્યારે તેણે વકીલની મદદ લીધી હતી.
- વકીલ અને પોલીસની મદદથી ફૈઝલે પોતાના નિર્દોષ હોવાની સાબિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે અપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજ કઢાવ્યાં અને હકીકત સામે આવી ગઇ. અસ્મી લિફ્ટમાં પોતાને પંચ મારતી જોવા મળી હતી, જેનાથી દાવ ઊંધો પડી ગયો હતો. ફૈઝલે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે વકીલ સહિત અન્ય ફીશ પર 20 હજાર ડોલરનો ખર્ચ કરી દીધો હતો.

તેને પકડીને મોરક્કો પાછી મોકલોઃ-
- ફુટેજ સામે આવ્યાં બાદ ફૈઝલની પત્ની ફરાર છે. ફૈઝલે પોલીસને અપીલ કરી છે કે, તેઓ મહિલાને પકડીને પાછી તેને તેના દેશ મોકલી દે. કેમ કે, તે મહિલાથી તેને જીવનો ખતરો છે.

આ પણ વાંચોઃ- ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડની એવી રીતે હત્યા કરી કે, કહાણી સાંભળીને પોલીસ પણ રહી ગઇ દંગ

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App