તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Woman Filed A Case Against Agency Which Failed To Provied Her A Rich Boyfriend For Dating

3 બાળકોની માએ અમીર BF શોધવા ડેટિંગ એજન્સીમાં કર્યું એપ્લાય, કંપનીએ વચન ના પાળતા મહિલાએ કર્યો કેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ ચેલ્સિયામાં એક ડિવોર્સી મહિલા ઘણાં લાંબા સમયથી અમીર બોયફ્રેન્ડની શોધમાં હતી. જેની માટે મહિલાએ એક નામી ડેટિંગ કંપનીમાં મોંઘી મેમ્બરશિપ લઇ લીધી હતી. ઘણાં સમય બાદ પણ ડેટિંગ કંપની યોગ્ય પાર્ટનર શોધી શકી નહીં તો મહિલાએ હાઇકોર્ટમાં કેસ કરીને ભુગતાનની માંગ કરી. કોર્ટે એજન્સીને ફ્રોડ અને યોગ્ય જાણકારી ન આપવાના બદલામાં દોષી ઠરાવી અને તેના પર સાડા 14 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.

 

આ છે સંપૂર્ણ મામલોઃ-
ચેલ્સિયામાં રહેનારી ટેરેજા બુર્કી (47) ત્રણ બાળકોની માતા છે. તેણે 2013માં નાઇટબ્રિજ (સેન્ટ્રલ લંડન) સ્થિત ડેટિંગ કંપની સેવંટી-થર્ટીની પ્રીમિયમ મેમ્બરશિપ લીધી હતી. જેની માટે તેણે 12 હજાર 600 યૂરો (10 લાખ રૂપિયા) કંપનીને આપ્યાં હતાં. ટેરેજાએ કંપનીને અમીર અને વિદેશ યાત્રા પસંદ કરનાર વ્યક્તિને તેનો પાર્ટનર પસંદ કરવા જણાવ્યું હતુંય સાથે જ, ચોથા બાળક વિશે પ્લાનિંગ કરવાની ઇચ્છા પણ જાહેર કરી હતી.

 

એજન્સીનો દાવો ખોટો નીકળ્યોઃ-
હાઈકોર્ટ પ્રમાણે, એજન્સીના એમડી લેમેર્સ થોમસે પોતાની વેબસાઇટ પર અનલિમિટેડ મેચ મેકિંગ અને અનેક પુરૂષોના સક્રિય હોવાનો દાવો કર્યો હતો. હકીકતમાં એવું હતું નહીં. ટેરેજાએ આરોપ લગાવ્યો કે, વેબસાઇટ પર માત્ર 100 પ્રોફાઇલ મોજૂદ હતી, જે તેમની ડિમાન્ડ પર ખરી ઉતરી નહીં. જજે કહ્યું કે, એજન્સીએ મહિલાને ભ્રામક જાણકારી આપી હતી. શું મહિલાને જણાવવામાં આવ્યું હતું કે, તેને મેમ્બરશિપ હેઠળ કેટલી પ્રોફાઇલ જોવાની અનુમતિ હશે? 

 

પીડિતાએ માંગ્યું ભુગતાનઃ-
ટેરેજાએ કોર્ટને મેમ્બરશિપની સંપૂર્ણ રકમ અને માનસિક રૂપથી પરેશાન કરવા હેઠળ ભુગતાન અપાવાની માંગ કરી છે. એજન્સીના સંસ્થાપક અને નિદેર્શક સૂસી એમ્બ્રોસે કહ્યું કે, મહિલાની ડિમાન્ડ સપના જેવી હતી. તેને પૂર્ણ કરવા માટે મહિલાને કેટલી પ્રોફાઇલ બતાવવી જોઇતી હતી? ત્યાર બાદ અદાલતે આદેશ આપ્યો કે, તે મહિલાને મેમ્બરશિપના 12 હજાર 600 યૂરો (લગભગ 10 લાખ રૂપિયા) પાછા આપવા પડશે, ભુગતાન હેઠળ 500 યૂરો (લગભગ 40 હજાર રૂપિયા) અલગથી આપવામાં આવે. આ સિવાય 2016માં ગૂગલ ડેટિંગ એજન્સીનો સટીક રિવ્યૂ કરવા માટે 5000 (લગભગ 4 લાખ રૂપિયા) યૂરો વધારે આપવામાં આવે.

 

આ પણ વાંચોઃ- બાળકોએ રમતમાં ઢીંગલીને મડદાની જેમ સફેદ ચાદરથી ઢાંકી દીધી, થોડાં દિવસ બાદ બાળકો સહિત માતાનું થયું મોત