Home » Ajab-Gajab » Na Hoy » Woman 'dies from a rare form of dementia' decades after catching it from her own BABY while pregnant

70 વર્ષની ઉંમરમાં થઇ ગયું મહિલાનું મૃત્યુ, આ બીમારીના કારણે થોડાં વર્ષ પહેલાં જ થઇ ગયું હતું પતિનું મોત

Divyabhaskar.com | Updated - Dec 04, 2018, 02:12 PM

મહિલાના મૃત્યુનું કારણ જાણ્યા બાદ સામે આવી અજીબ કહાણી

  • Woman 'dies from a rare form of dementia' decades after catching it from her own BABY while pregnant

    અજબ-ગજબ ડેસ્કઃ ડેનમાર્કમાં એક મહિલાએ જ્યારે પોતાના દીકરાને જન્મ આપ્યો ત્યારે તે ખ્યાલ હતો નહીં કે, આગળ જઇને તેની આ જ પ્રેગ્નેન્સી તેના મૃત્યુનું કારણ બની જશે. મહિલા દુર્લભ પ્રકારના ડિમેન્શિયાથી પીડાઇ રહી હતી. વર્ષો બાદ જ્યારે મહિલાનું મૃત્યુ થઇ ગયું ત્યારે જાણવા મળ્યું કે, આ બીમારી તેને તેના દીકરા પાસેથી ત્યારે મળી હતી, જ્યારે તે બાળક તેના ગર્ભમાં હતું. આ દરમિયાન પતિની બીમાારીનો વાયરસ ભ્રૂણ દ્વારા મહિલાના શરીરમાં પહોંચી ગયો હતો. જોકે, ત્યાર બાદ મહિલા 50 વર્ષ વધુ જીવી ગઇ હતી.

    માતાને ગર્ભમાં ઉછરી રહેલાં બાળકે આપી બીમારીઃ-
    - આ સ્ટોરી ડેનમાર્કમાં રહેનારી એક એવી મહિલાની છે જેનું મૃત્યુ હાલમાં જ CJD (સ્પોરેડિક-ક્રૂડજફેલ્ડ-જૈકોબ)નામની બીમારીના કારણે થઇ ગયું હતું. આ બીમારીનું બીજી નામ ડિમેન્શિયા છે. મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
    - મહિલાના મૃત્યુ બાદ ડોક્ટરે જણાવ્યું કે, તેને આ બીમારી પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન પોતાના ગર્ભમા ઉછરી રહેલાં તેના દીકરાથી મળી હતી. જેના 50 વર્ષ બાદ વાયરસના કારણે તેનું મૃત્યુ થઇ ગયું હતું.
    - મહિલાનો આખો પરિવાર આ બીમારીથી પીડાઇ રહ્યો છે. તેના પતિને પણ આ બીમારી હતી, જેના કારણે 20 વર્ષ પહેલાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું. હવે 70 વર્ષની આ મહિલાનું મૃત્યુ પણ આ બીમારીના કારણે થઇ ગયું છે. ત્યાં જ હવે તેના દીકરા (50)ની અંદર પણ CJD બીમારીના લક્ષણ જોવા મળી રહ્યા છે.

    આ જ બીમારીના કારણે પતિનું મૃત્યુ થયું હતુંઃ-
    - ડોક્ટર્સ પ્રમાણે, દીકરાને આ બીમારી પોતાના પિતાના જીન્સ(વારસા)માંથી મળી છે. તેના દ્વારા જ તેની માતાના શરીરમાં ગઇ હતી, જ્યારે તે પોતાની માતાના ગર્ભમાં હતો. ભ્રૂણની કોશિકાઓ દ્વારા ઝેરી પ્રોટીન તેની માતાના લોહીમાં મિક્સ થઇ ગયું અને તેના દ્વારા જ મહિલાના દિમાગ સુધી પહોંચી ગયું હતું.
    - આ કેસ વિશે કોપેનહેગન યુનિર્વસિટી હોસ્પિટલના ડૈનિશ રેફ્રેન્સ સેન્ટરે હાલમાં જ ખુલાસો કરતાં જણાવ્યું છે. આ કેસ સાથે જોડાયેલી એક ડોક્ટર ઔસરિન એરેસ્કેવિચિયટ પ્રમાણે, આ ખૂબ જ દુઃખદ સ્ટોરી છે.
    - ડોક્ટરે જણાવ્યું કે, જ્યારે એક મહિલા ગર્ભવતી હોય છે ત્યારે તેની અંદર સ્થિત ભ્રૂષની કોશિકાઓ, નાળ દ્વારા મહિલાના આખા શરીર અને અલગ-અલગ અંગોમાં ફરતી રહે છે.
    - તે મહિલાની સાથે પણ આવું જ થયું, પોતાના ગર્ભસ્થ બાળક પાસેથી મળેલી આ બીમારીના કારણે વર્ષો બાદ તે મહિલાનું મૃત્યુ થઇ ગયું. મહિલાના મૃત્યુની આ સ્ટોરી જર્નલ ઓફ ન્યૂરોપેથોલોજી એન્ડ એક્સપેરિમેન્ટલ ન્યૂરોલોજીમાં પણ પબ્લિશ થઇ હતી.

    આ પણ વાંચોઃ- પાર્ટીમાં ક્લાઇન્ટને ખુશ કરવા માટે બોસે મજાકમાં કર્મચારીનું માથું ઉકળતાં પાણીમાં નાખી દીધું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ