તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Woman Diagnosed With Cancer After Doctor Spots Lump On Her Throat During HGTV Appearance

ડોક્ટરે TV શોનો ભાગ બનેલી મહિલાના ગળામાં નોટિસ કરી નાની ગાંઠ, સોશ્યિલ મીડિયાની મદદથી ઘરે બેઠા જ યુવતીને બીમારી અંગે કરી જાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકામાં રહેનારી નિકોલ મૈક્ગિનીઝ હાલ થાયરોઇડ કેન્સરથી પીડિત છે અને પોતાનો ઇલાજ કરાવી રહી છે. તેને આ વિશે કેવી રીતે જાણવા મળ્યું તેની કહાણી પણ ખૂબ જ ખાસ છે. જોકે, બ્રેઇન કેન્સર જેવી બીમારીને હરાવ્યા બાદ નિકોલ એક નવું મકાન ખરીદવા માંગતી હતી. જેની માટે તે HGTV ચેનલના એક ગેમ શો 'બિચ ફ્રંટ બાર્ગેન હંટ' માં સામેલ થઇ છે. જોકે, તેને જાણતી ન હતી કે, આ શોમાં ભાગ લેવો તેની લાઇફ માટે ગેમ ચેન્જર સાબિત થઇ જશે. કેમ કે, આ શોના ટેલિકાસ્ટ થયા બાદ જ તેને પોતાના નવા કેન્સર વિશે જાણ થઇ. જેના વિશે તેને ટીવી શો જોનાર એક ડોક્ટરે જણાવ્યું હતું.

 

ટીવી શોના કારણે જાણવા મળ્યુંઃ-
- બ્રેઇન કેન્સરથી છુટકારો મેળવ્યા બાદ 32 વર્ષની નિકોલ પોતાના પિતાની સાથે તે ટીવી શોમાં પહોંચી હતી. શોના શૂટિંગ દરમિયાન તે ખૂબ જ ખુશ અને હેલ્ધી જોવા મળી રહી હતી. તેના પિતા સાઉથ કૈરોલિનામાં નવું સી-ફેસિંગ મકાન ખરીદવા માંગતાં હતાં અને નિકોલ પોતાના પિતાની મદદ કરવા માટે તેની સાથે ગઇ હતી. 
- થોડાં દિવસો બાદ જ્યારે મૈક્ગિનીઝનો એપિસોડ ટેલિકાસ્ટ થયો, ત્યારે તેને ન્યૂયોર્કના NYU લૈંગન હેલ્થ સેન્ટરમાં નાક-કાન-ગળાના સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરનાર ડોક્ટર એરિક વૉગેટે જોઇ. તેમણે મૈક્ગિનીઝના ગળામાં એક નાની ગાંઠને નોટિસ કરી લીધી. જે તેમને અસામાન્ય લાગી હતી.
- ડોક્ટર વૉગેટે આ વિશે તે મહિલાને જણાવવાનું વિચાર્યું, પરંતુ તેમની પાસે મૈક્ગિનીઝની કોઇ માહિતી હતી નહીં, અને ટીવી ચેનલે પણ તેમને જાણકારી આપવાની ના પાડી દીધી હતી. માટે તેમણે મૈક્ગિનીઝ સુધી આ માહિતી પહોંચાડવા માટે સોશ્યિલ મીડિયાની મદદ લીધી હતી. તેમણે સોશ્યિલ મીડિયા પર ટીવી શોનો તે ભાગ શેર કરી દીધો, જેને જોઇને ડોક્ટરને કંઇક અસામાન્ય લાગ્યું હતું.

 

ડોક્ટરે મેસેજમાં લખી દરેક વાતઃ-
- આ વીડિયો ફુટેજની સાથે તેમણે એક મેસેજ લખ્યો, તેમણે લખ્યું, 'હું ટીવી શો જોઇ રહ્યો હતો અને મને આ મહિલાના ગળામાં થાયરોઇડની ગાંઠ જેવું કંઇક જોવા મળ્યું. આ મહિલાને સોનોગ્રામ અને નીડલ બાયોપ્સી કરાવવાની જરૂર છે. મને આશા છે કે તેને આ વિશે બધી જ જાણકારી હોય અને બધું જ ઠીક નીકળે.'
- લગભગ 7 હજાર લોકોને જોયા બાદ આખરે આ વીડિયો મેસેજ નિકોલ મૈક્ગિનીઝની પાસે પણ પહોંચી ગયો. વીડિયો જોતાં જ મહિલાએ સૌથી પહેલાં જઇને ડોક્ટર વૉગેટની વાત માનીને પોતાનું ચેકઅપ કરાવ્યું.
- થોડાં દિવસો બાદ જ્યારે તેનો બાયોપ્સી રિપોર્ટ આવ્યો ત્યારે તેને થાયરોઇડ કેન્સર હોવાનું જાણવા મળ્યું. હાલ મૈક્ગિનીઝનો ઇલાજ ચાલી રહ્યો છે. મૈક્ગિનીઝ પોતાની મદદ માટે ડોક્ટર વૉગેટનો આભાર માને છે. મૈક્ગિનીઝનું કહેવું છે કે, 'તમે સમજી નહીં શકો કે ડોક્ટરે મારા જીવનને કઇ રીતે પ્રભાવિત કરી છે'
- આ વિશે વાત કરતાં ડોક્ટરે કહ્યું, 'મને આ વિશે તેમને સમાચાર આપીને ખૂબ જ ખુશી થઇ. તેમને પણ આ વિશે ખ્યાલ હતો નહીં કે તેમના શરીરમાં કંઇક અસમાન્ય છે.'
- સાથે જ, ડોક્ટરે સોશ્યિલ મીડિયાની તાકાતને પણ માની, તેમણે કહ્યું, ફેસબૂક અને સારા લોકોના કારણે આ બધું શક્ય બન્યું છે.

 

આ પણ વાંચોઃ- ઇટલીઃ બીજીવાર રોમ ફરવાની ઇચ્છાને પૂર્ણ કરવા પ્રવાસીઓ આ ફુવારામાં નાખે છે સિક્કા, ફાઉન્ટેનમાંથી રોજ મળે છે 2,50,000 રૂપિયા