મહિલા બ્લોગરે પોસ્ટ કર્યો હતો પરફેક્ટ મોર્નિંગ ફોટો, એક ભૂલ જોઈ ભડક્યા સોશિયલ મીડિયા યુઝર્સ

મહિલાને તસવીરના કારણે ગાળો અને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 11:18 AM
woman blogger posted her photo of Perfect Morning social media users flared up after seeing the mistakes

અજબ-ગજબ ડેસ્કઃ આયર્લેન્ડમાં રહેતી એક મહિલા બ્લોગરને સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીરને લઈને ગાળો પડી રહી છે. મહિલાએ પોતાની પરફેક્ટ મોર્નિંગની એક તસવીર પોસ્ટ કરી. તેના કેપ્શનમાં મહિલાએ પૈનકેક, સ્ટ્રોબેરી અને ચા સાથે દિવસની શરૂઆત કરવાની વાત કરી. પણ તસવીરમાં સોશિયલ મીડિયાની નજર ટેબલ પર રાખવામાં આવેલા માઉથવોસ પર પડી અને તેને ગડબડી-છેતરપીંડિનો અહેસાસ થયો. ત્યારબાદ યુઝર્સ તેને લાઈફની ડેલી રૂટિનનો સાચો નહીં, પરંતુ પ્રોમેશનલ ફોટો ગણાવી રહ્યા છે અને મહિલાને તેને લઈને ગાળો અને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

શું છે તસવીરમાં?

- 24 વર્ષની સ્કારસેટ લંડન આ તસવીરમાં બૈલૂન્સની વચ્ચે બેડ પર બેસેલી જોવા મળે છે. તે ફુલ મેકઅપ અને સુંદર હેરસ્ટાઈલ સાથે હાથમાં ચાનો કપ પકડેલી છે. સાથે જ તેણે ફોટો કેપ્શનમાં લખ્યું છે, સુંદર સ્માઈલ, પોઝિટીવ થોટ્સ, પૈનકેક્સ અને સ્ટ્રોબેરી સાથે દિવસની શરૂઆત કરવાની સૌથી બેસ્ટ રીત છે. આ તસવીરમાં એક કિનારે ટેબલ પર માઉથ વોશ પણ દેખાઈ રહ્યું છે.

તસવીર પર ભડક્યા યુઝર્સ, કરી આવી કોમેન્ટ

- સ્કારલેટે આ તસવીર તેના ઈંસ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી, જે ટ્વિટર પર વાયરલ થઈ ગઈ. તસવીરથી નાખુશ એક ફોલોઅરે તેનો સ્ક્રીનશોટ લઈને ટ્વિટર પર શેર કરી દીધો. તેમાં ઘણી કોમેન્ટ ગાળોથી ભરેલી અને મારી નાખવાની ધમકી આપનારી હતી.
- તસવીરમાં દેખાઈ રહેલી પ્રેમોશનલ પ્રોડક્ટ માઉથવોશને જોઈને સ્કારલેટના ફોલોઅર્સ ભડકી ગયા. આટલું જ નહીં એ તસવીરમાં રાખવામાં આવેલી પૈનકેક અને ખાલી રાખવામાં આવેલા કપને લઈને પણ લોકોએ પોતાની ભડાસ કાઢવા લાગ્યા.
- આ સ્ક્રીનશોટ પર એક યુઝરે કહ્યું કે, આ તસવીર ઘણી રીતે ગંદી છે. આ સંપૂર્ણ રીતે ફેક છે. મને સમજાઈ નથી રહ્યું કે, આ તસવીરમાં લેવામાં આવેલી છેતરપીંડિને હું ફેક પૈનકેકથી શરૂ કરૂ કે પછી એ પ્રોડક્ટ રાખવામાં આવેલી રીતથી કરૂ, જેણે આ તસવીરને પોસ્ટ કરવા માટે પૈસા આપ્યા છે.
- એક અન્ય યૂઝરે લખ્યું કે, તસવીર યંગ છોકરીઓ માટે લાઈફની એક ખોટી ઈમ્પ્રેશન આપી રહી છે અને તેને અવાસ્તવિક અપેક્ષાઓ પાળવા માટે પ્રોત્સાહન આપી રહી છે.

મહિલાએ કરી સ્પષ્ટતા

- આ કોમેન્ટ્સ બાદ સ્કારલેટે લોકોના રિએક્શન્સનો એક સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું કે, 48 કલાકની અંદર મારા ઈંસ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ પર હજારોની સંખ્યામાં ગંદા મેસેજ અને કોમેન્ટ આવી છે. મને મારી નાખવાની ધમકી અપાઈ રહી છે. લોકો મારું નામ અને મારી ઈમેજ ખરાબ કરવામાં લાગેલા છે.
- સ્કારલેટે લખ્યું, હું મારા ઈંસ્ટાગ્રામ દ્વારા આ સ્થિતિ પેદા કરવાના બદલે લોકોને પોઝિટીવ રાખવા માંગુ છું અને તેને લાઈફમાં ફન આપવા માંગુ છું. મને નથી લાગતું મારું કન્ટેન્ટ કોઈ યંગ છોકરી માટે નુકશાનકારક છે.

આ પણ વાંચોઃ દીકરી કહેતી, મમ્મી આપણી સાથે ઘરમાં કોઈ બીજુ પણ રહે છે પણ મા નહોતી કરતી વિશ્વાસ, એક તસવીરે મનાવી વાત

woman blogger posted her photo of Perfect Morning social media users flared up after seeing the mistakes
woman blogger posted her photo of Perfect Morning social media users flared up after seeing the mistakes
woman blogger posted her photo of Perfect Morning social media users flared up after seeing the mistakes
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App