ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડની એવી રીતે હત્યા કરી કે, કહાણી સાંભળીને પોલીસ પણ રહી ગઇ દંગ

મોટાપાની શિકાર ગર્લફ્રેન્ડે પોતાના પેટથી જ કરી દીધું બોયફ્રેન્ડનું મર્ડર

Divyabhaskar.com | Updated - Dec 05, 2018, 02:53 PM

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકાના પેન્સિલવેનિયામાં એક મહિલાએ પોતાના બોયફ્રેન્ડની હત્યાથી બધાને ચોંકાવી દીધા છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે, કઇ રીતે તેણે પોતાના પેટથી જ પોતાના બોયફ્રેન્ડનું મર્ડર કરી દીધું. હત્યાની રીત જાણીને પોલીસ પણ આશ્ચર્ય થઇ ગઇ છે. 44 વર્ષની વિંડી થોમસને બોયફ્રેન્ડ કીનો બટલરની હત્યાના ગૂનામાં દોષી ઠરાવવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રુંધાવાથી મૃત્યુ થયું હોય તેવી સ્પષ્ટતાં કરવામાં આવી છે.

- મોટાપાનો શિકાર આરોપી મહિલાએ જણાવ્યું કે, તેણે બોયફ્રેન્ડનું ગળું દબાવવા માટે પોતાના ભારે ભરખમ પેટનો ઉપયોગ કર્યો હતો. 133 કિલોની આ મહિલાએ તેના પેટથી બોયફ્રેન્ડના ગળા પર વજન રાખી દીધું અને તેનો જીવ લઇ લીધો.

બચાવમાં આવી દલીલ આપી હતીઃ-
- આ પહેલાં સોમવારે કોર્ટમાં મહિલાના વકીલે બચાવમાં કહ્યું કે, આ ઘટના ભૂલથી બની છે. મહિલા દારૂ પી રહી હતી અને અચાનક બોયફ્રેન્ડ પર જઇને બેસી ગઇ, તે દારૂના નશામાં બેહોશ થઇ ગઇ હતી. જેની નીચે દબાઇને બટલરનો જીવ જતો રહ્યો હતો. જોકે, કોર્ટે આ દલીલને માનવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

ઉંમરકેદની સજા થઇ શકે છેઃ-
- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહિલા પર આ આ ખૂબ જ અજીબ પ્રકારે બોયફ્રેન્ડની હત્યાનો આરોપ સિદ્ધ થયો છે અને 21 ડિસેમ્બરના રોજ તેને ઉંમરકેદની સજા ફટકારવામાં આવી શકે છે. કોર્ટમાં તેને 18થી 36 વર્ષની વચ્ચે સજા થઇ શકે તેમ છે.

પહેલીવાર આવો કિસ્સો સામે આવ્યોઃ-
- પેન્સિલવેનિયા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એક ઓફિસરે જણાવ્યું કે, તેણે પોતાના કરિયરમાં ક્યારેય આવો મામલો જોયો નથી. તેણે કહ્યું, અનેક પ્રકારની હત્યાઓના મામલે અમારી સામે આવતાં રહે છે, પરંતુ આ ખૂબ જ અજીબ મામલો હતો.

આ પણ વાંચોઃ- સૂમસામ જગ્યા પર યુવતીને જોવા મળી ફેક્ટ્રી, સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું અહીં આવવાની મનાઈ છે, પરંતુ તે ઘૂસી ગઇ અંદર

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App