• Home
  • Ajab-Gajab
  • Strange
  • wife worried about the increased weight of her Husband then husbands life changed after one night

પતિના વધેલા વજનને લઈને પરેશાન હતી મહિલા, વજન થઈ ચૂક્યું હતું 200 કિલો, પછી એક રાતે બદલી નાખી પતિની જિંદગી

પહેલી મુલાકાત વખથે વ્યક્તિનું વજન 177 કિલો અને પહેરતો 6XL સાઈઝના કપડા

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 04:26 PM
wife worried about the increased weight of her Husband then husbands life changed after one night

(આ કહાણી સોશિયલ વાયરલ સીરીઝ હેઠળ છે. દુનિયાભરમાં સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઈ છે, જેને તમારે જાણવી જોઈએ.)

અજબ-ગજબ ડેસ્કઃ એક મહિલા તેના હસબન્ડના વધતા વજનને લઈને બહુ પરેશાન હતી. તેના પતિનું વજન અંદાજે 200 કિલો સુધી પહોંચી ગયું હતું અને તેના કારણે તેને ઘણી ગંભીર બીમારીઓ થવાનો ખતરો વધી ગયો હતો. પોતાના આ ટેન્શન વિશે વાત કરતા તેને ઘણી વાર તેની સાસુ સામે રડવું પણ આવી ચૂક્યું હતું. જોકે, તેના પતિને વધેલા વજનને લઈને જરા પણ ચિંતા નહોતી, પરંતુ સાત વર્ષ પહેલા એક રાત્રે કંઈક એવું થયું કે, તેનો પતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો અને આગામી થાડ વર્ષોમાં તેણે પોતાનું વજન 100 કિલોથી પણ ઓછું કરી દીધું.

- આ સ્ટોરી યુરોપમાં રહેતી નેટ બોલાન્ડની છે જે તેના પતિ જોનના વધેલા વજનના કારણે ઘણી પરેશાન રહેતી હતી. જોનને તો તેના વજનથી કોઈ તકલીફ નહોતી, પરંતુ તેના નજીકના લોકો હેલ્થ રિસ્કને લઈને ઘણા ડરતા હતા.
- નેટ અને જોનની પહેલી મુલાકાત વર્ષ 2001માં થઈ હતી. તે સમયે પણ જોન ઘણો જાડો અને વજનદાર હતો. ત્યારે તેનું વજન અંદાજે 177 કિલોગ્રામ હતું અને તે 6XL સાઈઝના કપડા પહેરતો હતો.
- ઘણા વધારે વજન બાદ પણ નેટને તકલીફ નહોતી થઈ અને બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને પછી આ કપલે વર્ષ 2005માં લગ્ન કરી લીધા. નેટનું કહેવું છે કે, 6XL સાઈઝના જોનને જોયા બાદ પણ તેના પ્રેમમાં પડી ગઈ હતી.
- બે વર્ષ બાદ વર્ષ 2007માં આ કપલે પહેલા બાળક જ્યોર્જનો જન્મ થયો. પસાર થતા દિવસો સાથે નેટને તેના પતિના વધતા વજનને લઈને ચિંતા થવા લાગી, પરંતુ તેને ખબર નહોતી કે તે શું કરે કે જોન પણ તેને લઈને ગંભીર થઈ જાય. જોન પણ વજન ઓછું કરવાને લઈને બહુ વાતો કરતો હતો, પરંતુ તેને લઈને તે ક્યારેય ગંભીર થયો નહીં.

સાત વર્ષ પહેલા એક રાતે બદલી જિંદગી

- નેટે કહ્યું કે, જોનની હેલ્થને લઈને મને અને તેની માને બહુ વધારે ચિંતા હતી, અમે ઘણા પરેશાન રહ્યા અને ઘણી વાર તો અમે સાથે રડ્યા પણ, પરંતુ અમને સમજાતું નહોતું કે અમે શું કરીએ.
- પરંતુ પછી સાત વર્ષ પહેલા એક રાતે એવું કંઈક થયું કે બધુ બદલાઈ ગયું. એ દિવસે રાતે જોન માછલી અને ચિપ્સ ખરીદવા માટે ગયો હતો અને જ્યારે તે પાછો ફર્યો તો તેની જિંદગી કાયમ માટે બદલાઈ ગઈ.
- ફેમિલી માટે કંઈક ખાવાનો સમાન ખરીદવા નીકળેલા જોનની નજર ખાવાના સામાનની શોપની નજીક લાગેલા એક બોર્ડ પર પડી જે એક સ્લિમિંગ સેન્ટરનું હતું. ત્યારબાદ તે એ શોપમાં જવાની વાતના બદલે સ્લિમિંગ વર્લ્ડમાં જતો રહ્યો અને ત્યાં જઈને ત્યાં જઈને તેને વેઈટલોસ પ્રોગ્રામ વિશે જાણકારી લીધી અને પોતે જોઈન કરી લીધું.

જોનની લાઈફમાં આવી ગયો આટલો ફેરફાર

- સ્લિમિંગ સેન્ટર જોઈન કરવા વિશે જોને માત્ર માતા અને વાઈફને જ જણાવ્યું. ત્યાં જોનને એક નવું ડાયટ ચાર્ટ પણ આપવામાં આવ્યું, જેમાં તેને જણાવાયું કે તેને શું ખાવાનું છે અને શું નહીં. ત્યારબાદ જોને તેના ડાયટ ચાર્ટને ગંભીરતાથી ફોલો કરવાનું શરૂ કર્યું.
- જોને એવો દરેક સામાન જે તેના માટે ઠીક નહોતો, તેને ખાવાનો બંધ કરી દીધો, પરંતુ ચોકલેટ તેની સૌથી મોટી કમજોરી હતી. જોને વર્ષ 2011ના ઈસ્ટર પર બહુ ચોકલેટ અને કેલ ખાધી. જોકે, ત્યારબાદ તેણે ઘણા વર્ષો સુધી ચોકલેડ અડ્યો પણ નહીં.
- પહેલા મહિનામાં જ જોને લગભગ 2 કિલો વજન ઓછું કર્યું, બીજા મહિનામાં 6 કિલો અને ત્રીજા મહિનામાં અંદાજે 10.5 કિલો વજન ઘટાડી દીધું. એ વર્ષે જોને ક્રિસમસ સુધી અંદાજે 38 કિલો વજન ઘટાડ્યું હતું, ત્યારે તેના પછી તે તેનું વજન અંદાજે 63.5 કિલો સુધી ઘટાડી દીધું હતું.

હવે એથલીટ જેવો થઈ ચૂક્યો છે જોન

- વર્ષ 2012માં આ કપલના બીજા બાળક એટલે કે એક દિકરીનો જન્મ થયો. તેનું નામ તેમણે એલ્સી રાખ્યું. ત્યાં સુધી જોન તેનું વજન 101 કિલો સુધી ઘટાડી ચૂક્યો હતો.
- 100 કિલો વજન કર્યા બાદ જોન પર હવે ફિટ થવાનો નશો ચઢી ગયો હતો. તેણે કસરત કરવાની શરૂ કરી દીધી હતી. સ્પિનિંગ ક્લાસિસ અને ફૂટબોલ રમવાનું પણ શરૂ કરી દીધું હતું. આ સાથે જ તેણે ટ્રાયથલોન ટ્રેનિંગ અને બોલરૂમ ડાન્સિંગ પણ શરૂ કરી દીધું હતુંયૉ.
- હવે જોન સૌથી સ્વસ્થ અને ફિટ લોકોમાંથી એક છે. તે તેના બાળકો જ્યોર્જ અને એલ્સી સાથે બહુ મસ્તી કરે છે. આ બધુ જોઈને તેની વાઈફ અને મા બહુ ખુશ છે.

આ પણ વાંચો - હ્રદયસ્પર્શી ક્ષણઃ સ્કૂલ ટ્રિપ પર જેલ ફરવા ગયો'તો છોકરો, પરંતુ ત્યાં તેના પિતાને જોઈ લાગ્યો આંચકો, 10 વર્ષ બાદ થયેલા મિલન પર ધ્રુસકે-ધ્રુસકે રડ્યા પિતા-પુત્ર

wife worried about the increased weight of her Husband then husbands life changed after one night
wife worried about the increased weight of her Husband then husbands life changed after one night
wife worried about the increased weight of her Husband then husbands life changed after one night
wife worried about the increased weight of her Husband then husbands life changed after one night
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App