Home » Ajab-Gajab » Interesting » Why is this girl dating with age of the father which call sugar daddy

આખરે શા માટે પિતાની ઉંમરના પુરુષો સાથે સંબંધ બનાવી રહી છે આ છોકરી

Divyabhaskar.com | Updated - Sep 05, 2018, 03:41 PM

19 વર્ષની યુવતીએ જણાવી પોતાની સ્ટોરી

 • Why is this girl dating with age of the father which call sugar daddy
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  21 વર્ષીય મોન્ટે તેના 63 વર્ષીય શુગર ડેડી ટોમી સાથે

  અજબ-ગજબ ડેસ્કઃ દુનિયાભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી શુગર ડૈડી ટર્મ ઘણું ચર્ચામાં છે. ઘણા દેશોમાં અમીર લોકોને શુગર ડૈડી બનાવવાનું ચલણ ઘણું વધી ગયું છે. આ વખતે આફ્રિકન દેશ કેન્યા તેની ઝપેટમાં છે. આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને એશો આરામ માટે યંગ ગર્લ્સ પિતાની ઉંમરના વ્યક્તિઓ શોધી લે છે, જેને શુગર ડૈડી કહે છે. તેની સાથે સમય પસાર કરવા અને તેની જરૂરિયાતને પૂર્ણ કરવાના બદલામાં છોકરીઓ માટે પૈસાની વ્યવસ્થા થઈ જાય છે. કેન્યામાં 19 વર્ષમાં શુગર ડૈડી બનાવતી છોકરીઓએ તેમની કહાણી સંભળાવી.

  યૂનિવર્સિટી સ્ટુડન્ટની કહાણી


  - બીબીસીના રિપોર્ટ પ્રમાણે, સ્ટુડન્ટ શિરો 18-19 વર્ષની ઉંમરમાં એક વિવાહિત વ્યક્તિને મળી, જે તેનાથી 40 વર્ષ મોટો હતો. પોતાની આર્થિક તકલીફો પૂર્ણ કરવા માટે સ્ટુડન્ટે એ વ્યક્તિને શુગર ડૈડી બનાવ્યો.
  - તેણે જણાવ્યું કે, પહેલી મુલાકાતમાં શિરોના શુગર ડૈડીએ તેને અમુક ગિફ્ટ્સ આપી અને આ સિલસિલો ચાલતો રહ્યો. લગભગ 2 વર્ષના સંબંધ બાદ શિરોને એક સારો એપાર્ટમેન્ટ પણ અપાવી દીધો.
  - ચાર વર્ષની અંદર શિરો માટે શુગર ડૈડીએ નિયારી કાઉન્ટીમાં એક પ્લોટ લઈ લીધો. આ બધાના બદલામાં બસ તે જ્યારે ઈચ્છતો ત્યારે તેની સાથે સંબંધ બનાવતો હતો અને તેની સાથે સમય પસાર કરતો હતો.
  - કેન્યામાં આ એક માત્ર કહાણી નથી. શિરો જેવી તમામ છોકરીઓ છે, જેની વચ્ચે શુગર ડૈડી બનાવવાનું ચલણ વધતું જઈ રહ્યું છે. આ પબ્લિક પ્લેસથી લઈને સોશિયલ પ્લેટફોર્મ સુધી દરેક જગ્યાએ જોવા મળશે.

  આમ બદલાઈ રહી છે સોસાયટી


  - કેન્યામાં જ રહેતી 20 વર્ષની જેને પોતાના માટે 2-2 શુગર ડૈડી શોધેલા છે. ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહેલી જેન પ્રમાણે, તેના ટોમ અને જેફ સાથે અલગ-અલગ સંબંધ છે.
  - જેનનું કહેવું છે કે, તે મદદ કરે છે, પરંતુ હંમેશા તેની કિંમત તેને સેક્સ દ્વારા ચૂકવવી પડે છે. ઘણીવાર તેને પોતાની સાથે વાત કરવા માટે અને સાથે રહેવા માટે પણ કોઈની જરૂર હોય છે.
  - જેન પ્રમાણે, આર્થિક સુરક્ષા માટે જ તેણે શુગર ડૈડી બનાવવાનો નિર્ણય લીધો, જેથી તે તેની નાની બહેનોને આર્થિક મદદ કરી શકે.
  - નૈરોબીમાં કાઈબેરાની ઝુગ્ગી-વસ્તીઓમાં રહેતી બ્રિજેટ ક્યારેક બીજાના ઘરમાં કામ કરતી હતી, પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર પોતાની લક્ઝરી લાઈફની તસવીરો શેર કરે છે.
  - એવી જ 25 વર્ષની સિંગર મધર ગ્રેસ સિંગ બનવાનું સપનું જોવે છે અને નાઈટ ક્લબમાં ગીતો ગાય છે. તેને પોતાના માટે શુગર ડૈડીની શોધ છે, જે તેની કેરિયરમાં પણ મદદ કરી શકે.

  ખર્ચો કાઢવા માટે સ્ટુડન્ટમાં વધ્યું ચલણ

  - યૂનિવર્સિટી ઓફ નૈરોબીમાંથી અભ્યાસ કરનારી સિલાસ જણાવે છે કે, શુક્રવારની રાત્રે યૂનિવર્સિટી હોસ્ટેલની બહાર જોશો તો ખબર પડશે કે, મંત્રીઓ, નેતાઓ અને ઓફિસરોના ડ્રાઈવરો કાર લઈને યંગ છોકરીઓને રિસીવ કરવા માટે આવે છે.
  - બીબીસી આફ્રિકા તરફથી બોસારા સેન્ટર ફોર બિહેવયરિયલ ઈકોનોમિક્સે એક સ્ટડી કરી, જેમાં 18થી 24 વર્ષની 252 છોકરીઓ સામેલ થઈ. તેમાંથી 20 ટકા સ્ટુડન્ટ્સે પોતાનો શુગર ડૈડી બનાવી રાખ્યો હતો. આ છોકરીઓએ પણ સ્વીકાર્યું કે તેમના સાથીઓમાં અંદાજે 24 ટકા છોકરીઓનો શુગર ડૈડી છે.

  શુગર ડૈડીનું ચલણ ખતરનાક


  - આ ચલણને લઈને બહુ સવાલો પેદા થઈ રહ્યા છે. લોકો તેને વેશ્યાવૃત્તિ સાથે જોડીને જોઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, તેનાથી મહિલાઓનું સશક્તિકરણ નથી થવાનું, પરંતુ આ એક પ્રકારે એ ચલણને વધારો આપે છે, જેમાં મહિલાઓના શરીરનો ઉપયોગ થઈ રહ્યો છે.
  - મહિલાવાદી ચિંતક ઓયંગા પાલાનું પણ એમ માનવું છે કે, આફ્રિકામાં મહિલાઓની આઝાદીનો મુદ્દો સતત જોર પકડી રહ્યો છે. એવામાં જે લોકો સેક્શુઅલી એક્ટિવ છે, તેમને તો આ ચલણના કારણે આવા કામ કરવાનું લાયસન્સ પણ મળી રહ્યું છે.

  આ પણ વાંચો - એક Cute સ્ટોરી છે આ, જેમાં બે દોસ્ત છે...એક વિશાળ ગોરિલ્લા અને એક નાનું એવું Bush Baby

 • Why is this girl dating with age of the father which call sugar daddy
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કેન્યાની સોશલાઈટ વેરા સિદિકાએ પ્લેયબોય બોસ હ્યૂજ હેફનરને પોતાનો શુગર ડેડી હોવાનો ખુલાસો કર્યો હતો.
 • Why is this girl dating with age of the father which call sugar daddy
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  કેન્યાની સોશલાઈટ વેરા સિદિકા
 • Why is this girl dating with age of the father which call sugar daddy
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કેન્યાની શુગર બેબી કાર્લા અબોનિયા તેના શુગર ડૈડી અને બિઝનેસ પાર્ટનર અલાન સ્કનેદર સાથે.
 • Why is this girl dating with age of the father which call sugar daddy
  કેન્યાની શુગર બેબી કાર્લા અબોનિયા તેના શુગર ડૈડી અને બિઝનેસ પાર્ટનર અલાન સ્કનેદર સાથે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Ajab-Gajab

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ