જ્યારે પણ સૂવા જતો તો આવતો જોરથી ડ્રમ વાગવાનો અવાજ, વૃદ્ધ સમજી નહોતો રહ્યો તેનું કારણ

Whenever old man going to sleep he loud sound of drums could not understand why
Whenever old man going to sleep he loud sound of drums could not understand why
Whenever old man going to sleep he loud sound of drums could not understand why

divyabhaskar.com

Sep 06, 2018, 10:50 AM IST

(આ સ્ટોરી મેડિકલ સાયન્સ સીરીઝ પર આધારિત છે. દુનિયાભરમાં મેડિકલ સાયન્સ સંબંધિત એવી ઘણી રિયલ લાઈફ શોકિંગ સ્ટોરીઝ છે, જેને જાણ્યા બાદ આપણે અવેર થઈ શકીએ છીએ.)

અજબ-ગજબ ડેસ્કઃ ચીનના એક 60 વર્ષીય વૃદ્ધનો ચોંકાવી દેતો વીડિયો સામે આવ્યો છે. અહીંયા એક કાનના ડોક્ટરે વીડિયો શેર કરતા જણાવ્યું કે, આ વ્યક્તિ લાંબા સમયથી કાનની તકલીફ સામે લડી રહ્યો હતો. તેને લાગ્યું કે, આ દુખાવો તેની ઉંમરના કારણે હશે, પરંતુ એક દિવસ રાત્રે સૂતી વખતે તેની તકલીફ વધી ગઈ અને તે ડોક્ટર પાસે પહોંચી ગયો. જ્યારે ડોક્ટરે કાનની અંદર જોયું, તો તેના હોશ ઉડી ગયા. કાનની અંદર એક મોટો સ્પોઈડર જાળું બનાવીને આરામથી રહેતો હતો.

- મોડી રાત્રે ગભરાયેલો આ વ્યક્તિ ડોક્ટર પાસે પહોંચ્યો. તેણે જણાવ્યું કે, તેને ઘણા સમયથી કાનમાં દુખાવો થતો હતો. જ્યારે રાત્રે તે સૂવાનો પ્રયાસ કરતો હતો તો અચાનક તેના કાનમાં એવો અવાજ આવવા લાગતો જાણે કોઈ ડ્રમ વગાડી રહ્યું હોય. આ સાથે દુખાવો પણ થવા લાગતો હતો.

લાંબા સમયથી રહેતો હતો સ્પાઈડર

- ચીનના કાન અને નાકના નિેષ્ણાત કુઈ શૂલિને કહ્યું, અમે એન્ડોસ્કોપી કરી તો અમે દંગ રહી ગયા, તેના કાનમાં એક મોટો સ્પાઈડર હતો. જરૂર આ નાની રહી હશે પણ લાંબા સમયથી કાનમાં રહીનો મોટી થઈ હશે. તેણે ત્યાં જાળું પણ બનાવી લીધું હતું. આ ઘણું ભયંકર હતું.

નસીબથી બચી ગયો કાનનો પરદો

- ડોક્ટરે જણાવ્યું કે, કાનમાં સ્પ્રે મારીને સ્પાઈડરને બહાર કાઢવામાં આવ્યો. નસીબથી તેના કાનના પરદાને સ્પાઈડરે કઈ નુકશાન પહોંચાડ્યું નહોતું. ડોક્ટરે કહ્યું કે, કાનમાં કીડા અને માખીઓ ઘૂસવાના મામલા આવી ચૂક્યા છે પરંતુ સ્પાઈડર ઘૂસવાનો આ અનોખો મામલો છે.

આ પણ વાંચો - લેઝર લાઈટ સામે માત્ર 2 સેકન્ડ જોવું પડી ગયું ભારે, તમારા બાળકને લેઝર લાઈટથી દૂર રાખો

X
Whenever old man going to sleep he loud sound of drums could not understand why
Whenever old man going to sleep he loud sound of drums could not understand why
Whenever old man going to sleep he loud sound of drums could not understand why
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી