યુવતીઓનું કેવું શરીર યુવકોને વધારે Perfect લાગે છે? જાણો પુરૂષોની વિચારધારા

કોને કહેવાય છે Perfect body? કંઇક આવી વિચારધારા ધરાવે છે પુરૂષો

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 04:57 PM
What is the definition of perfect body of woman according to men and women

અજબ ગજબ ડેસ્કઃ એક પરફેક્ટ બોડી કેવું હોય છે? પાતળી, કર્વી, સ્પોર્ટમેન જેવું, સપાટ, પહોળું માથું, સુંદર વાળ વગેરે...આ વાતમાં કોઇ શંકા નથી કે પુરૂષો અને સ્ત્રીઓ માટે પરફેક્ટ બોડી ખૂબ જ અલગ હોય છે. હવે હાલમાં જ એક સર્વેમાં આ વાત સાફ કરી દેવામાં આવી છે કે આખરે પુરૂષો અને સ્ત્રીઓને કેવા પ્રકારનું શરીર પસંદ છે.

RiverMend Health અને Rosewood Centers for Eating Disorders દ્વારા જાન્યુઆરીમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં તે બતાવવામાં આવ્યું હતું કે મહિલાઓને કેવું શરીર ગમે છે અને પુરૂષોને કેવું શરીર ગમે છે...

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

What is the definition of perfect body of woman according to men and women

શું છે અંતરઃ-

 

મહિલાઓ અને પુરૂષોના વિચારોમાં ઘણું અંતર હોય છે. મહિલાઓ જ્યાં એથલિટિક બોડી પસંદ કરે છે ત્યાં જ પુરૂષોને કર્વી એટલે કે સુંદર કર્વ્સ ધરાવતી યુવતીઓ વધારે પસંદ હોય છે. આ સર્વે 1004 લોકો ઉપર કરવામાં આવ્યો હતો અને 54% લોકોનું માનવું હતું કે પરફેક્ટ ફીમેલ બોડી એથિલિટિક હોય છે. આ જ પ્રકારે એથિલિટિક બોડી પુરૂષો માટે પણ બેસ્ટ છે અને મોટાભાગની મહિલાઓને ડેવિડ બેક્હમ જેવા શરીરવાળા પુરૂષો વધારે ગમતાં હોય છે.

ત્યાં જ, જો પુરૂષોની વાત કરવામાં આવે તો તેમને મહિલાઓ કર્વી એટલે ખૂબ જ પાતળી નહીં પરંતું સુડોળ શરીરવાળી મહિલાઓ વધારે પસંદ હોય છે અને તેમના પ્રમાણે કિમ કાર્દશિયન જેવું શરીર આકર્ષક હોય છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

What is the definition of perfect body of woman according to men and women

પરફેક્ટ બોડી મેળવવા માટે દુનિયા છોડી દેશેઃ-

 

સર્વે રિઝલ્ટમાં એવું પણ સામે આવ્યું કે મહિલાઓએ પોતાનું શરીર પરફેક્ટ બનાવવા માટે વધારે ચિંતા હોય છે. પરંતું તેમાં પુરૂષ પણ પાછળ રહેતાં નથી. સર્વેના 75% લોકોનું કહેવું છે કે તેઓ પોતાના જીવનની કોઇપણ પ્રેમાળ વસ્તુ હંમેશાં માટે છોડવા તૈયાર છે જો તેમને 15 દિવસની અંદર પરફેક્ટ બોડી મળી જાય. જેમાં તળેલું ભોજન, દારૂ, સોશિયલ મીડિયા અને સેક્સ પણ સામે છે જેને આવા લોકો પરફેક્ટ બોડી મેળવવા માટે છોડી શકે છે.

પરફેક્ટ બોડી માટે 3% લોકોનું તો એવું પણ કહેવું છે કે તેઓ પોતાનું ઘર પણ છોડી શકે છે. અને 2% લોકો પોતાના પરિવાર અને સંબંધો જેને તેઓ ખૂબ જ પ્રેમ કરે છે તેને પણ છોડી શકે છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ...

What is the definition of perfect body of woman according to men and women

મહિલાઓ પરફેક્ટ બોડી માટે મહેનત કરે તેવું પુરૂષો ઇચ્છે છે-

 

સર્વેમાં એક અન્ય ચોંકાવનારી વાત સામે આવી છે. સર્વે રિપોર્ટ પ્રમાણે પુરૂષ ઇચ્છે છે કે તેમનો પાર્ટનર તેમની ખુશી માટે દરેક પ્રકારની કોશિશ કરે અને પોતાના બોડીને યોગ્ય શેપમાં લાવવાની કોશિશ કરે. 13% પુરૂષોનું કહેવું છે કે તેઓ ઇચ્છે છે કે તેમની પાર્ટનર ખૂબ જ મહેનત કરી અને કસરત કરી યોગ્ય શેપમાં આવે, ભલે તેની માટે તેણે કોઇપણ સીમા પાર કેમ ન કરવી પડે. જેની તુલનામાં માત્ર 5% મહિલાઓ આવું ઇચ્છે છે.

 

5% પુરૂષોનું કહેવું છે કે તેમની પાર્ટનર સખત ડાઇટિંગ કરે (ભોજન છોડવા સુધીની હદે), જેની તુલનામાં 1% મહિલાઓ આવું ઇચ્છે છે. 3% પુરૂષો તો એવું પણ ઇચ્છે છે કે મહિલાઓ મેટાબોલિઝમ વધારવા માટે laxatives (જુલાબ કે ઉલ્ટીની ગોળી) ખાય અને યોગ્ય શેપમાં આવે. એવી કોઇ મહિલા ન હતી કે જેઓ આવું ઇચ્છતી હોય.

 

ઘણીવાર મામલો એટલો ગંભીર થઇ જાય છે કે મહિલાઓ પોતાના પાર્ટનર માટે કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે. તે માત્ર રોમાન્સ નહીં પરંતું શારીરિક પ્રતાડન પણ છે. આખરે સટીક શરીર મેળવવાની ઇચ્છા એટલી કેવી રીતે વધી શકે છે કે કોઇપણનું જીવન જ મુશ્કેલ બનાવી દે. સમાજના હિસાબે ગોરી, સટીક શરીરવાળી મહિલાઓ જ આકર્ષક હોય છે, પરંતું મહિલાઓ ઉપર આવું શરીર મેળવવાનો દબાવ એટલો વધારે હોય છે કે તેઓ પોતાના જ શરીરને નાપસંદ કરવા લાગે છે. એવી અનેક મહિલાઓ ત્યાં સુધી કે નાની છોકરીઓ પણ આસપાસ જોવા મળે જે પોતાના શરીરને લઇને સહજ અનુભવ નથી કરતી. આ વિચારવાની બાબત છે કે પરફેક્ટ બોડીની ઇચ્છા ઘણીવાર લોકો પાસે એવું કામ કરવા મજબૂર કરી દે છે જે તેમના શરીર માટે બિલકુલ સારું હોતું નથી.

X
What is the definition of perfect body of woman according to men and women
What is the definition of perfect body of woman according to men and women
What is the definition of perfect body of woman according to men and women
What is the definition of perfect body of woman according to men and women
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App