તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસપ્રદ: ચીનની દીવાલ સ્પેસમાંથી નથી દેખાતી, શું છે કારણ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્ક: એવી માન્યતા છે કે ચીનની દીવાલ અવકાશમાંથી નરી આંખે જોઇ શકાય છે. વિશ્વના ઘણા દેશોમાં આ વાતને જનરલ નૉલેજના રૂપમાં ભણાવવામાં આવે છે. એટલું જ નહીં, ચીનની સ્કૂલોમાં તો ભણાવવામાં આવે છે કે પૃથ્વી પર માનવ નિર્મિત ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના જ એકમાત્ર એવું નિર્માણ છે, જે અવકાશમાંથી દેખાય છે. આ લેસન ત્યાંના ધોરણ છના પાઠ્યપુસ્તકમાં છે. પણ આ વાત સાચી નથી. 


* નાસાના મુખ્ય વિજ્ઞાની કમલેશ પી. લુલ્લા શું કહે છે? 
- અમેરિકન સ્પેસ એજન્સી નાસાની સત્તાવાર વેબસાઇટ અનુસાર વોલ ઓફ ચાઇનાને નરી આંખે જોવી શક્ય નથી. બલકે ફોટોગ્રાપી ઉપકરણોથી પણ તેને જોવી ખૂબ જ મુશ્કેલ છે. નાસાના મુખ્ય વિજ્ઞાની કમલેશ પી. લુલ્લાના અનુસાર આ દીવાલને જે સામગ્રીથી બનાવાઇ છે, તેનો રંગ અને આકાર આસપાસની જમીન સાથે મળતો આવે છે. હકીકતમાં ચંદ્ર પરથી આ દીવાલ દેખાય છે, તેવી કલ્પના 1938ની આસપાસ કરાઇ હતી. એટલે કે ચંદ્ર પર માનવીએ પગ મુક્યો તેના ઘણા સમય પહેલા. પછી, આ કલ્પનાએ તથ્યનું સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. 


* 'સ્પેસમાં ધરતીના 21 ચક્કર લગાવ્યા પણ મને વોલ ઓફ ચાઇના જોવા ન મળી' 
- બીબીસી અને ટેલીગ્રાફના રિપોર્ટ્સ અનુસાર ચીની અવકાશયાત્રી યાંગ લીવીએ દાવો કર્યો છે કે અવકાશમાંથી ચીનની દીવાલ નથી દેખાતી. યાંગે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે ગયા વર્ષે હું જ્યારે સ્પેસમાં હતો ત્યારે મને દીવાલ નહોતી દેખાઇ. આપણી દીવાલ જ કેમ, અવકાશમાં તી પૃથ્વીની કોઇ વસ્તુ દેખાતી નથી. મેં મારા સ્પેસક્રાફ્ટથી ધરતીના પૂરા 21 ચક્કર લગાવ્યા હતા અને વોલ ઓફ ચાઇનાને જોવાના પ્રયાસ કર્યા પણ, કંઇ જોવા મળ્યુ નહોતું.