આ કમ્યુનિટીમાં ક્યારેય નથી થતાં લગ્ન; યુવતીઓ દરરોજ નવો પાર્ટનર શોધી, બનાવી શકે છે સંબંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ ગજબ ડેસ્કઃ દુનિયાભરમાં અલગ-અલગ પ્રકારના ટ્રાઇબ્સ રહે છે અને તેમના રીતિ-રિવાજ પણ એવા જ અલગ છે. ચીનના યૂનાન અને સિચુઆન પ્રોવિન્સમાં રહેનારી મોસુઓ જનજાતિ પણ આમાંથી જ એક છે. આ ટ્રાઇબ્સમાં લગ્ન કરવાનો કોઇ રિવાજ નથી. યુવક-યુવતીઓ પોતાની ઇચ્છા પ્રમાણે પાર્ટનર પસંદ કરે છે. પરંતુ આ પાર્ટનર્સ વચ્ચે લગ્ન થતાં નથી કે યુવતી, યુવકના ઘરે રહેવા જતી નથી. આ સંબંધ એક દિવસ માટે રાખવો છે કે લાંબા સમયગાળા માટે તે બંને મળીને નક્કી કરે છે. યુવકે દરરોજ રાતે યુવતીના ઘરમાં જ પસાર કરવી પડે છે.

 

વાંચોઃ- પિતાને મારીને ઘરના ગાર્ડનમાં જ દફનાવી દીધા, મહિલાએ 12 વર્ષ બાદ કોર્ટમાં જણાવી દર્દનાક કહાણી

 

13 વર્ષની ઉંમરમાં પસંદ કરી શકે છે પાર્ટનરઃ-

 

ચાઇના ડેઇલી પ્રમાણે, આ ટ્રાઇબ્સમાં યુવતીઓની ઉંમર 13 વર્ષની થયા બાદ તે પોતાનો પાર્ટનર પસંદ કરી શકે છે. યુવતીઓની જેમ પાર્ટનર પસંદ કરવાનો અધિકાર યુવકોને પણ છે, પરંતુ યુવતીની સહમતી સાથે. યુવતી કે યુવકે જેને પસંદ કર્યા હોય તેને તેઓ કોલસો, મરચું અને મરઘીની પાંખની સાથે ભરેલું એક પેકેટ ભેટમાં મોકલીને પ્રેમનો ઇઝહાર કરે છે. ત્યાર બાદ યુવક તે યુવતીની મંજૂરી સાથે સંબંધની શરૂઆત થાય છે. જોકે, સંબંધ શરૂ કરવા માટે જરૂરી છે કે યુવકી અને યુવક બંને મોસુઓ જનજાતિના જ હોય.

 

યુવક દરરોજ રાતે યુવતીના ઘરે જાય છેઃ-

 

ચાઇના ડેઇલી પ્રમાણે, સંબંધ શરૂ કર્યા બાદ પણ યુવકી અને યુવક બંને પોત-પોતાના ઘરમાં રહે છે. માત્ર યુવક દરરોજ રાત યુવતીના ઘરે પસાર કરે છે અને સવારે ફરી પોતાના ઘરે જતો રહે છે. જ્યાં સુધી યુવતી કે યુવકની મંજૂરી હોય છે, ત્યાં સુધી તેઓ એકબીજા સાથે સમય પસાર કરે છે અને જે દિવસે બંનેમાંથી કોઇ એકને પણ આ સંબંધ પૂર્ણ કરવો હોય, તેઓ એકબીજાને જણાવે છે અને સંબંધ પૂર્ણ થઇ જાય છે. ત્યાર બાદ બંને પોતાના નવા પાર્ટનરની શોધ કરી શકે છે. આ સંબંધને વોકિંગ મેરેજના નામથી ઓળખવામાં આવે છે.

 

મહિલાઓનું ચાલે છે રાજઃ-

 

મોસુઓ ટ્રાઇબ્સમાં પરિવાર પર પુરૂષોનું નહીં પરંતુ મહિલાઓ રાજ કરે છે અને ઘરના દરેક મુખ્ય નિર્ણયો પણ મહિલાઓ જ લે છે. આ જનજાતિમાં પુરૂષોનું કામ માછલીઓ પકડવું અને જાનવરોને પાળવાનું હોય છે. જેને અક્સિયાસ કહેવામાં આવે છે. અહીં લોકોને તેમના પિતાના નહીં પરંતુ માતાના નામથી ઓળખવામાં આવે છે.