• Gujarati News
  • National
  • Viral Video Of Chennai Showroom Owner Attacked On Kinnar|ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં

ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં, ભડકેલા માલિકે કરી દેવાવાળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ ચેન્નાઈની એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે જેમાં એક ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં રૂપિયા ઉઘરાવવા માટે કિન્નરોનું ટોળું પહોંચે છે. બધું જ સામાન્ય હતું કિન્નરોને પણ એમ જ કે માલિક પૈસા આપી જ દેશે પણ તે સ્પષ્ટ ના જ પાડી દે છે. વાત વટ પર આવતાં જ કિન્નરો પણ ગુસ્સે થઈને વારાફરતી કપડાં અધ્ધર કરીને તાળીઓ પાડીને દેકારા કરવા માંડે છે. ખાસ્સીવાર સુધી ચૂપચાપ આ તમાશો જોઈ રહેલ માલિકને હવે આ બધો ખેલ સહન ના થતાં જ તે ધનાધન ખુરશીઓ ઉપાડીને સીધો જ કિન્નરો પર ઘા કરવા લાગે છે. માલિકનું મગજ સાતમા આસમાને પહોંચેલું જોઈને કિન્નરો પણ શાનમાં સમજી ગયા હોય તેમ વધુ વિવાદ કર્યા સિવાય જ જેમ બને તેમ ઝડપી ભાગવા જ મંડ્યા હતા. આ શોરૂમના માલિકના તીખા તેવરવાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો જેમાં યૂઝર્સ કહે કે સહનશક્તિની પણ એક હદ હોય, ડોન્ટ એન્ગ્રી મી.

 

 પોલીસે મુસ્લિમ યુવક સાથે પકડી મેડિકલ વિદ્યાર્થિનીને, મહિલા કોન્સ્ટેબલે થપ્પડો મારી તો અન્ય પોલીસવાળાઓએ કરી અશ્લીલ વાતો

 

ચકડોળમાંથી લપસ્યું 5 વર્ષનું બાળક, માત્ર ગરદનના સહારે 130 ફીટ ઊંચે હવામાં લટકતું રહ્યું

 

 

અન્ય સમાચારો પણ છે...