સન્માન / 'ગંગારામ' નામનો મગર દાળ-ભાત ખાતો હતો, 150 વર્ષ પછી મર્યો તો અંતિમ વિદાયમાં આખું ગામ રડ્યું

divyabhaskar.com | Updated - Jan 12, 2019, 08:08 PM
villagers cried on the death of 150 year old crocodile gangaram in Raipur
X
villagers cried on the death of 150 year old crocodile gangaram in Raipur

  • મગર 'ગંગારામ'ની લંબાઈ 3.40 મીટર, પહોળાઈ 1.30 મીટર અને વજન 250 કિલો 
  • મગર અને ગામ લોકોનો સંબંધ પેઢીઓ જૂનો માટે પોસ્ટમોર્ટમ પણ ગામમાં જ કરાવાયું 
  • ગામના લોકોએ તળાવના કિનારે જ મગરનો મૃતદેહ દફનાવ્યો, મંદિર બનાવવાની જાહેરાત 
     

અજબ-ગજબ ડેસ્ક: છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં બવામોહતરા નામનું ગામ છે. અહીં તળાવમાં રહેતા મગરનું મોત થયું તો આખું ગામ હીબકે ચડ્યું. ગામના જ તળાવમાં રહેતા મગર 'ગંગારામ'નો લોકો સાથે આત્મીય સંબંધ હતો. લોકો ગંગારામને ઘરેથી દાળ-ભાત લાવીને ખવડાવતા હતા અને તે મોજથી ખાતો હતો. મંગળવારે ગંગારામનું મોત થઇ ગયું, જેના પછી આખું ગામ તેના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યું.

સાજ-સજાવટ સાથે ટ્રેકટર પર નીકળી અંતિમ યાત્રા

1.મંગળવારે સવારે ગંગારામ અચાનક પાણીમાં ઉપર આવી ગયો. જયારે માછીમારોએ તેની પાસે જઈને જોયું તો તેના શ્વાસ થંભી ગયા હતા. જેના પછી તેનો મૃતદેહ તળાવમાંથી બહાર કઢાયો અને ટ્રેકટર પર સાજ-સજાવટ સાથે તેની અંતિમયાત્રા કાઢવામાં આવી. લોકો દુરદુરથી તેના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા.
 
ક્યારેય કોઈને નુકશાન પહોંચાડ્યું નથી
2.

સામાન્ય રીતે તળાવમાં મગર આવવાની માહિતી મળતા લોકો ત્યાં જવાનું છોડી દે છે, પરંતુ ગંગારામ સાથે આવું નહોતું. તેણે ક્યારેય કોઈ પણ ગ્રામજનોને કોઈ નુકશાન નથી પહોંચાડ્યું. જ્યારે તળાવમાં નહાતી વખતે કોઈ મગર સાથે અથડાઈ જાય તો તે આપમેળે જ ત્યાંથી જતો રહેતો હતો. તળાવમાં રહેતી માછલીઓ જ ગંગારામનો આહાર હતી.

ગંગારામની યાદમાં મંદિર બનાવાશે
3.ગ્રામજનોનું કહેવું છે કે, ગંગારામ સાથે તેનો સંબંધ ઘણી પેઢીઓથી ચાલતો આવી રહ્યો છે. ગંગારામ સાથે તેને આત્મીય સંબંધ હતો અને તે તેના માટે માત્ર એક મગર નહોતો. ગંગારામની લાશને ગામમાં ફરાવતા પહેલા લોકોએ તેની પૂજા પણ કરી. હવે તેની યાદમાં ગામમાં મંદિરનું નિર્માણ કરાવવામાં આવશે.
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App