તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Two Year Old Boy Cuts His Parents Savings Which They Saving For College Football Season Tickets

પેરેન્ટ્સની નજર ચૂકી ત્યાં 2 વર્ષનો દિકરો 78 હજાર રૂપિયાની ગેમ કરી ગયો, તેમને ખબર પણ ના પડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ અમેરિકાના યુટાહ રાજ્યના હોલાડે શહેરમાં રહેતા બેન અને જેકી બેલ્નેપ લગભગ છેલ્લા 6 મહિનાથી સેવિંગ્સ કરી રહ્યાં હતાં. તેમણે એક ખાસ ફૂટબોલ ટુર્નામેન્ટ જોવા જવા માટે ટિકિટ ખરીદવી હતી તેના માટે તેમણે 1060 ડોલર એટલે કે અંદાજે 78000 રૂપિયા બચાવીને એક કવરમાં સાચવીને મૂક્યા હતા. 

 

ચલણી નોટો કતરણ થઈને પડી


- ગત વીકેન્ડમાં બેને વધુ થોડાક ડોલર એમાં મુકવા માટે કવર શોધ્યું તો મળ્યું જ નહીં. 
- તેણે જેકીને કહ્યું. બન્નેએ ચોતરફ કવર શોધવા માટે બધું ફેંદી નાખ્યું, પરંતુ ક્યાંય ડોલરની નોટોના અણસાર મળ્યા નહીં. 
- એવામાં જેકીની નજર કાગળ કાતરવાના મશીન પર પડી. કાગળને ઘરે જ રીસાઇકલ કરવા માટે તેમણે નાનકડું પેપર-થ્રેડિંગ મશીન વસાવેલું છે. 
- આ મશીનની અંદર ડબ્બામાં નજર કરી તો ચલણી નોટો કતરણ થઇને પડી હતી. 
- બન્નેને તરત જ ખબર પડી ગઇ કે આ કારસ્તાન તેમના બે વર્ષના દીકરા લીઓનું જ હોવું જોઇએ. 

 

બેન્કે પણ મદદ કરવાની પાડી દીધી ના


- બેનનું કહેવું છે કે જયારે અમે ડોલર્સનું કતરણ થયેલું જોયું ત્યારે પાંચ મિનિટ માટે સ્તબ્ધ થઇને એકબીજાને જોતાં રહ્યાં. 
- દીકરાને એકિટવિટી શીખવવા માટે બન્ને પેરેન્ટ્સ કયારેક નકામી પોસ્ટ, કાગળ અને રેપર્સ વગેરેનું કતરણ કરવા માટે આ કટિંગ મશીન વાપરતા હતા અને દિકરાને પણ એ જોવામાં રસ પડતો હતો. 
- જોકે, બંન્નેનું ધ્યાન ચુકવીને કયારે દિકરો 78000 રૂપિયાની નોટોની ગેમ કરી ગયો એની તેમને પણ ખબર ન પડી. 
- તેમણે નજીકની બેન્કમાં જઇને વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ આમાં કંઇ હેલ્પ કરી શકે તેમ નથી. 
- જોકે આ નોટોની કતરણ તેઓ વોશિંગ્ટનમાં જયાં નોટો છપાય છે ત્યાં મોકલી આપે તો તેઓ કદાચ એ રકમ પાછી મળી શકે, પરંતુ એ માટે ઓછામાં ઓછા બેથી ત્રણ વર્ષ લાગી શકે છે.

 

આ પણ વાંચો - આ વ્યક્તિ માટે હવે મોત બની ગયું છે સામાન્ય, 9 વર્ષમાં 9 વખત જીવ ગુમાવીને થયો જીવતો

અન્ય સમાચારો પણ છે...