તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'સ્નો વ્હાઇટ' વાળ સાથે જન્મી ટ્વિન્સ, ખુશીના વાતાવરણમાં ડોક્ટર્સે કપલને કહ્યું- રેર બીમારીથી પીડિત છે બંને બાળકીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

(આ કહાણી 'સોશ્યિલ વાયરલ સીરીઝ' હેઠળ છે. દુનિયાભરમાં સોશ્યિલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને તમારે જાણવી જોઇએ)

 

અજબ-ગજબ ડેસ્કઃ અર્જેન્ટીનાના શહેરમાં થોડાં વર્ષો પહેલાં એક વ્યક્તિની પત્નીએ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો. ટ્વિન્સના જન્મથી પરિવાર જેટલો ખુશ હતો તેટલો જ હોસ્પિટલનો સ્ટાફ પણ ખુશ હતો. જોકે, આ પહેલાં તે હોસ્પિટલમાં ક્યારેય ટ્વિન્સ બાળકો પેદા થયાં ન હતાં. માટે તે હોસ્પિટલના લોકો પણ ઘણાં ખુશ હતાં. આ પરિવારના લોકોની ખુશીને ત્યારે થોડો ઝટકો લાગ્યો જ્યારે તેમણે પહેલીવાર બાળકીઓને જોઇ હતી. બાળકીઓના વાળ સંપૂર્ણ સફેદ હતાં. જ્યારે ડોક્ટર્સે સફેદ વાળ પાછળનું કારણ જણાવ્યું ત્યારે પરિવારજનો વધારે ચિંતામાં આવી ગયાં હતાં.

 

બીમારીના કારણે સફેદ વાળ હતાંઃ-
- આ ઘટના આ વર્ષે એપ્રિલમાં ઘટી હતી, જ્યારે સૈન-મિગુએલ-ડી-તુકુમાન શહેરમાં રહેનાર જોર્જ ગોમેજ (39) અને તેની પત્ની લાલા ગોમેજ (39)ના ઘરે ટ્વિન્સ બાળકીઓનો જન્મ થયો. આ કપલને એક 9 વર્ષનો છોકરો પહેલાંથી જ હતો.
- ગોમેજ કપલે પોતાની બાળકીઓનું નામ કૈટલિના અને વર્જિનિયા રાખ્યું. દીકરીઓના જન્મથી જ પરિવાર ખૂબ જ ખુશ હતો. જોકે, તેમની ખુશીને તે સમયે ઝટકો લાગ્યો જ્યારે ડોક્ટર્સે કહ્યું કે, બંને બાળકીઓ એલ્બિઇનો નામની બીમારીથી પીડિત છે. જેને સૂરજમુખીની બીમારીના નામથી પણ ઓળખવામાં આવે છે.
- ડોક્ટર્સે જણાવ્યું કે, આ બીમારી સ્કિનમાં મેલાનિન પિગમેન્ટની ખામીના કારણે થાય છે. જેનાથી શરીરમાં કલર બની શકતાં નથી અને સ્કિન સહિત વાળનો રંગ સફેદ કે બિલકુલ સફેદ થઇ જાય છે. આ બીમારીથી પીડિત વ્યક્તિઓને આંખની સમસ્યાઓ થઇ શકે છે.
- ડોક્ટર્સે આ બીમારી સાથે જોડાયેલી એક અન્ય વાત જણાવી કે, આ બીમારીમાં દર્દીને તડકામાં બહાર જતી વખતે સાવધાની રાખવી જોઇએ. મોટાભાગે બાળકો અનેક કલાક સુધી તડકામાં રમતાં રહે છે, પરંતુ આ બંને બાળકીઓ આવું કરી શકશે નહીં. તડકામાં બહાર જતી વખતે તેમણે સંભાળીને રહેવું પડશે અને પોતાની સ્કિનની સાથે આંખનું પણ વિશેષ ધ્યાન રાખવું પડશે.
- આ બંને બાળકીઓના જન્મમાં માત્ર 2 મિનિટનું જ અંતર હતું. કૈટલિનાનો જન્મ 21.35 મિનિટે થયો હતો જ્યારે વર્જિનિયા તેનાથી બે મિનિટ પછી 21.37 વાગે જન્મી હતી. જન્મ વખતે કૈટલિનાનું વજન 2.7 કિલો હતું, ત્યાં જ વર્જિનિયા 2.5 કિલોની હતી.

 

આવી બાળકીઓ જોઇને એક કપલ અલગ થઇ ગયું હતુંઃ-
- જોર્જ ગોમેજે તો પોતાના ઘરે આવેલી આવી બાળકીઓના અલગ રંગની પાછળનું કારણ સમજતાં બાળકીઓનું વેલકમ કર્યું. પરંતુ થોડાં વર્ષો પહેલાં આવો જ એક મામલો બ્રાઝિલમાં સામે આવ્યો હતો. ત્યાં બાળકીઓના પિતાએ આવું કર્યું ન હતું.
- બ્રાઝિલમાં પણ થોડાં વર્ષો પહેલાં આ પ્રકારની એલ્બાઇનો બીમારીથી પીડિત બાળકીઓનો જન્મ થયો હતો. તે સમયે તેમના પિતાને લાગ્યું કે, બાળકીની માતાએ તેને દગો આપ્યો છે માટે જ બાળકીઓનો કલર અલગ છે. આ વાતને વિચારીને તેણે પોતાની પત્નીને છોડી દીધી હતી.

 

આ પણ વાંચોઃ- અહીં મહિલાઓ પુરૂષો સાથે જબરદસ્તી બાંધે છે અનૈતિક સંબંધ, દુનિયામાં સૌથી અલગ છે આ કમ્યૂનિટિના લોકો