પ્રવાસીઓની નિર્દયતાના કારણે જખ્મી થઈ રહ્યા છે અહીંના 'ગધેડા', જાણીને તમે પણ કહેશો બસ!

tourists CRIPPLING donkeys that carry them around Greek island of Santorini
tourists CRIPPLING donkeys that carry them around Greek island of Santorini
tourists CRIPPLING donkeys that carry them around Greek island of Santorini

divyabhaskar.com

Sep 08, 2018, 04:09 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ સેન્ટોરિની દ્વીપ ગ્રીસથી લગભગ 200 કિમી દક્ષિણ પૂર્વ દક્ષિણ એજિયન સાગરમાં એક દ્વીપ છે. અહીંયા એક નાના, ગોળાકાર દ્વીપ સમુહનો સૌથી મોટો દ્વીપ છે જે સમાન નામ રાખે છે અને જ્વાળામુખીય કેલ્દેરાનો અવશેષ છે. અહીંયા દર વર્ષે હજારો પ્રવાસીઓ રજા માણવા માટે આવે છે. એક રિપોર્ટ અનુસાર અહીંયા લગભગ 1200 પ્રવાસી દરરોજે ફરવા આવે છે. આ જગ્યા બહુ જ સુંદર છે, પરંતુ ઊંચાઈ પર હોવાના કારણે પહાડ પર બનેલા ઘર અને હોટલો સુધી પહોંચવા માટે પ્રવાસીઓ ગધેડા પર સવારી કરે છે. સેન્ટોરિની પોતાના પહાડી વિસ્તારના કારણે ફેમસ છે અને ગધેડાનો પરંપરાગત રીતે લોકો દ્વારા પરિવાહન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પર્યટકો અહીંયાની પ્રસિદ્ધ જગ્યાએ તેના પર જ સવારી કરીને જાય છે, ખાસ કરીને એવા પર્યટકો જેનું વજન વધારે હોય છે. એવામાં 1200 પ્રવાસીઓમાંથી 20 ટકા તો એવા હોય છે જે ગધેડા પર સવારી કરે.

જાણકારી માટે જણાવી દઈએ કે, જાડા પર્યટકોના વજન અને પીઠ પર રાખવામાં આવેલી કાઠી ઘસાવાથી ઘણી વાર ગધેડા જખ્મી પણ થઈ જાય છે. જેનાથી સામાજિક કાર્યકર્તા નારાજ છે. તેઓ આ કામમાં ક્રોસ બ્રીડ વાળા ગધેડાનો ઉપયોગ કરવાની માંગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તે વધારે ઊંચા અને શક્તિશાળી હોય છે. સામાજિક કાર્યકર્તાઓની માંગણી છે કે, ગધેડા પર તેના વજનનો 20 ટકા ભાર જ લઈ જવામાં આવે. તેના પર 50 કિલોથી વધારે વજન ના રાખવું જોઈએ, પરંતુ આ બધુ નક્કી કરનાર કોઈ નથી જેના કારણે આટલી પીડા સહન કરવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, અહીંયા અમુક સારા માલિક છે જે જાનવરો માટે બનાવાયેલા કોડનું પાલન કરે છે, પરંતુ સમાન્ય રીતે અમુક માલિકોને માત્ર પૈસા કમાવાથી મતલબ હોય છે.

આ પણ વાંચો - પાડોશી આ ટીન શેડને સમજતા રહ્યા ગાયનો તબેલો, પરંતુ એક દિવસે પોલીસે અચાનક પાડ્યા દરોડા

X
tourists CRIPPLING donkeys that carry them around Greek island of Santorini
tourists CRIPPLING donkeys that carry them around Greek island of Santorini
tourists CRIPPLING donkeys that carry them around Greek island of Santorini
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી