એક્સિડેન્ટ બાદ ડોક્ટરે મહિલાને આપી હતી એન્ટીબાયોટિક દવા, તે પછી જે થયું, તેનાથી હચમચી ગયું મેડિકલ સાયન્સ

તમારી સાથે પણ ના થઇ જાય આવું, માટે ના કરો આવી ભૂલો

divyabhaskar.com | Updated - Sep 08, 2018, 04:00 PM
tongue of woman suddenly grows hairy after medicine

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે)

અજબ-ગજબ ડેસ્ક: અમેરિકામાં થયેલી એક અજીબોગરીબ ઘટનામાં 55 વર્ષની એક મહિલાની જીભ પર વાળ ઉગી નીકળ્યા. આ ઘટના ત્યારે થઇ જયારે એક એક્સીડેન્ટ પછી તે મહિલા પોતાનો ઈલાજ કરાવવા માટે અહીંની સેન્ટ લુઈસ હોસ્પિટલ પહોંચી હતી. આ પછી ત્યાં અપાયેલી એક દવાની સાઈડ ઇફેક્ટથી તેમની જીભ પર વાળ ઉગી નીકળ્યા હતા.

* એન્ટી બાયોટિક દવાની થઇ સાઈડ ઇફેક્ટ:
- વોશિંગટનની સેન્ટ લુઈસ હોસ્પિટલમાં ડોક્ટર્સે બતાવ્યું,'એક્સીડેન્ટ પછી મહિલાના બંને પગમાં ગંભીર ઈજાઓ આવી હતી અને તેના જખમોમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. જેના પછી ઈલાજ દરમિયાન બેક્ટેરિયાથી લડવા માટે તેને ઇન્ટ્રાવિનસ મેરોપેનમ અને ઓરલ માઈનોસાઇક્લીન નામની એક એન્ટી બાયોટિક દવા આપવામાં આવી હતી.'

- આ દવાના કારણે અઠવાડિયાની અંદર મહિલાની જીભ કાળી અને ખરબચડી થવા લાગી, સાથે જ તેના મોમાં પણ બેહદ ખરાબ સ્વાદ પણ આવવા લાગ્યો હતો. ડોક્ટર્સે તપાસ કરી તો ખબર પડી કે માઈનોસાઈકલાઇન દવાના સાઈડ ઇફેક્ટની લીધે આવું થઇ રહ્યું છે.

- ડોક્ટર્સ મુજબ આ બીમારીને 'બ્લેક હેરી ટંગ' નામથી પણ ઓળખવામાં આવે છે. જોકે આ એક અસ્થાયી સમસ્યા હોય છે અને તેનાથી કોઈ નુકશાન પણ નથી થતું. સામાન્ય રીતે આ સમસ્યા મોની સારી રીતે સફાઈ નહીં કરવા પર થાય છે.

X
tongue of woman suddenly grows hairy after medicine
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App