તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુવતીના બાથરૂમમાં કોઇ ઘૂસી આવ્યું, Widow Baffled To See His Died Husband In Bathroom

યુવતીના બાથરૂમમાં કોઇ ઘૂસી આવ્યું, અંદર જઇને જોયું તો 17 વર્ષ પહેલાં મૃત્યુ પામેલ પતિ હતો બાથટબમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિલા અને 911 ઇમરજન્સી હેલ્પલાઇન વચ્ચેની વાતચીત રેકોર્ડ થઇ
મહિલાનો દાવો- પતિના મૃત્યુના 17 વર્ષ પછી ફરી તેને જોયો
તેનો પતિ બાથરૂમમાં નિઃવસ્ત્ર પડ્યો હતો, શું આ ટાઇમ ટ્રાવેલનો મામલો છે?

 

અજબ ગજબ ડેસ્કઃ હાલમાં જ અમેરિકામાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 911 પર એક મહિલાએ જણાવ્યું હતું કે તે ઘરમાં એકલી હતી અને જબરદસ્તી કોઇ ઘૂસી આવ્યું હતું. તે ગભરાયેલી હતી અને મદદ માંગી રહી હતી. ઇમરજન્સી હેલ્પલાઇનમાં તેની સાથે વાતચીત કરી રહેલાં વ્યક્તિએ મદદ માટે ટીમ મોકલી અને મહિલાને ફોન ઓન રાખવા માટે કહ્યું. જોકે, આ પ્રકારના દરેક કોલ રેકોર્ડ થાય છે. આ કોલને એકસાથે 11 લોકો સાંભળી રહ્યા હતાં. 

 

કૈથી નામની આ મહિલાએ ફોન ઉપર જણાવ્યું હતું કે ઘરમાં માત્ર તે અને તેની એક પાળતું બિલાડી છે, જે ઉપરના રૂમમાં છે. ઇમરજન્સી હેલ્પલાઇન સંભાળી રહેલાં વ્યક્તિએ કૈથીને તેના રૂમમાં જ રહેવા માટે કહ્યું પરંતુ કૈથીને તેની બિલાડીની ચિંતાં થતાં તે તેને જોવા ગઇ. બિલાડી બાથરૂમની બહાર ઊભી હતી. 

 

બાથરૂમમાં કોણ હતું?

 

કૈથી જ્યારે બાથરૂમમાં પહોંચી ત્યારે એક વ્યક્તિ બાથટમમાં નિઃવસ્ત્ર પડ્યો હતો અને તેના કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. ગભરાયેલી કૈથીએ આ સંપૂર્ણ બાબત ઇમરજન્સી હેલ્પલાઇન સંભાળી રહેલાં વ્યક્તિને જણાવી. થોડી સેકન્ડ બાદ મહિલાએ ફોન પર જણાવ્યું કે જે વ્યક્તિ બાથટબમાં સૂતો છે, તે તેનો પતિ છે. જેનું મૃત્યુ 2001માં થયું હતું. ડેડબોડીના શરીર ઉપર બિલકુલ તેવું જ ટેટૂ જોવા મળી રહ્યું હતું, જેવું તેના પતિએ બનાવડાવ્યું હતું. આ સાથે જ, મહિલાએ જોયું કે તેનો પતિ મૃત્યુ સમયે જેવો દેખાતો હતો તેવો નહીં પરંતુ ઘણો યુવાન જોવા મળી રહ્યો હતો.

 

ઇમરજન્સી સર્વિસવાળા મહિલાના ઘરે પહોંચે છેઃ-

 

આ દરમિયાન 911 હેલ્પલાઇનની ટીમ મહિલાના ઘરે પહોંચે છે. ફોન ઉપર ઇમરજન્સી સર્વિસવાળા લોકોનો અવાજ રેકોર્ડ થાય છે. આ લોકો મહિલાને બાથરૂમની બહાર લાવે છે અને બાથટબમાં પડેલાં વ્યક્તિની નાડી ચેક કરે છે. આ લોકો પણ કંટ્રોલ રૂમને જણાવે છે કે વ્યક્તિના કાનમાંથી લોહી નીકળી રહ્યું છે. ત્યાર બાદ કોલ પૂર્ણ થાય છે.

 

ઇમરજન્સી સર્વિસવાળાએ સંપૂર્ણ રેકોર્ડિંગ એક ચેનલને આપીઃ-

 

ઘટના સ્થળે થોડીવારમાં લોકલ પોલીસ આવે છે. દાવો કરવામાં આવે છે કે લગભગ એક કલાકમાં FBI ટીમે લોકેશનને પોતાના કંટ્રોલમાં લઇ લીધી. આ બાબતની કોઇને જાણ ના હતી કે તપાસમાં શું ચાલી રહ્યું છે. બાથટબમાં પડેલો વ્યક્તિ કોણ હતો? તે ત્યાં કઇ રીતે આવ્યો? તે મૃત્યુ સમયે જેટલી ઉંમરનો હતો, તેનાથી યુવાન કેવી રીતે દેખાવા લાગ્યો હતો? શું આ ટાઇમ ટ્રાવેલર હતો? કેટલાંક લોકો એવું માને છે તો કેટલાંક આ આખી ઘટનાને નાટક સમજે છે. આ અજીબ ફોન કોલ વિશે લોકોને ત્યારે ખબર પડી જ્યારે હેલ્પલાઇન પર કૈથી સાથે વાત કરનાર વ્યક્તિએ સંપૂર્ણ રેકોર્ડિંગ એક ચેનલને આપ્યું હતું.