તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2043માંથી આવેલાં વ્યક્તિનો દાવોઃ 2020માં થશે વિશ્વયુદ્ઘ, અમેરિકા-કોરિયા કરશે યુદ્ધની શરૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અજબ-ગજબ ડેસ્કઃ પોતાને ટાઇમ ટ્રાવેલર ગણાવતો બ્રિટનનો માઇકલ ફિલિપ્સે દાવો કર્યો છે કે, 2020માં વિશ્વ યુદ્ધ થઇને રહેશે. માઇકલે યૂટ્યૂબ પર એક વીડિયો દ્વારા કહ્યું, તે વર્ષ 2043થી ટાઇમ ટ્રાવેલ કરીને વર્તમાનમાં આવ્યો છે. તેણે જણાવ્યું કે, ભલે ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે મુલાકાત થઇ હોય પરંતુ 2019માં અમેરિકા અને ઉત્તર કોરિયા યુદ્ધની શરૂઆત કરશે. અમેરિકા ન્યૂક્લિયર ક્રૂઝ મિસાઇલ ઉત્તર કોરિયા પર છોડશે, જેનાથી કિમ જોંગ અને તેની મોટાભાગની સેના સમાપ્ત થઇ જશે. પરંતુ અહીંથી જ યુદ્ધની શરૂઆત થશે. 

 

ચીન, બ્રિટન પણ આ યુદ્ધમાં સામેલ થશેઃ-
"કિમ જોંગના મૃત્યુ બાદ એટલે કે વર્ષ 2020માં ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થશે, જ્યાં રશિયા, ચીન, બ્રિટન, અમેરિકા એક તરફ અને અન્ય દરેક દેશ તેમની વિરૂદ્ધ ઊભા થઇ જશે. આ વિશ્વ યુદ્ધ વિનાશનું બીજી નામ હશે. તેમાં લગભગ દરેક જગ્યાએ પરમાણુ હુમલા કરી દેવામાં આવશે. આ હુમલામાં કરોડો લોકો મૃત્યુ પામશે અને આ યુદ્ધ જલ્દી જ પૂર્ણ થઇ જશે."

 

ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બનશેઃ-
ફિલિપ્સે આ પણ દાવો કર્યો છે કે, "વિશ્વ યુદ્ધના પૂર્ણ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી અમેરિકાનો રાષ્ટ્રપતિ પસંદ કરવામાં આવશે અને આ દરમિયાન સ્પેસ શિપ એક્સ પણ મંગળની સપાટી પર પહોંચી જશે."

 

મહાપ્રલય આવશેઃ-
ફિલિપ્સ અહીં પણ અટક્યો નહીં. તેણે દાવો કર્યો છે કે, વિશ્વ યુદ્ધના થોડાં દિવસો બાદ મહાપ્રલય આવશે. કેલિફોર્નિયામાં 10.2 મેગ્નીટ્યૂટનો એવો ભૂકંપ આવશે, જેનાથી આખું લોસ એન્જેલિસ સમુદ્રમાં 10 ફૂટ નીચે ડૂબી જશે.

 

થોડાં લોકોએ ફિલિપ્સની વાતો સાચી માની તો થોડાંએ ખોટી ઠરાવીઃ-
યૂટ્યૂબના એપેક્સ ચેનલમાં સતત આવા દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યાં જ આ વીડિયોને જોઇને થોડાં લોકોએ તેના પર વિશ્વાસ કર્યો છે. થોડાંએ કહ્યું કે, શંકાશીલ ટ્રમ્પના કારણે વિશ્વ યુદ્ધ સંભવ છે. ત્યાં જ થોડાંએ આ વ્યક્તિને પાગલ ગણાવ્યો છે.

 

આ પણ વાંચોઃ- થોડાં દિવસો માટે જે શહેરમાં પહોંચે છે લાખો મુસ્લિમ, હજ પછી જોવા મળે છે આવું વેરાન દ્રશ્ય