તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂના ઘરનું સમારકામ કરી રહ્યો હતો એક વ્યક્તિ, બેઝમેન્ટની દીવાલ ખખડાવી તો તૂટી ગયો તેનો એક ભાગ, એક સિક્રેટ રૂમમાં પહોંચી ગયો તે વ્યકિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

(આ કહાણી દેશ-દુનિયાની 'સોશિયલ વાયરલ સિરીઝ' હેઠળ તૈયાર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી સ્ટોરીઝ વાયરલ થઇ છે, જેને જાણવી જરૂરી છે) 

 

અજબ-ગજબ ડેસ્ક: આ કહાની તૂર્કીના એક વ્યક્તિની છે, જેણે ઘરનું સમારકામ કરતા-કરતા એક મોટી શોધ કરી નાખી. સમારકામ કરતી વખતે જયારે પોતાના બેઝમેન્ટની દીવાલ તૂટી ગઈ તો તે એક સિક્રેટ દરવાજા સાથે અથડાયો. અહીંથી તે એક અન્ડરગ્રાઉન્ડ ટનલમાં પહોંચી ગયો, જ્યાં તેને જમીનની અંદર છુપાયેલ હજારો વર્ષ જૂના શહેર સાથે સામનો થયો. આ શહેરની તસવીરો બતાવે છે કે કેવી રીતે અહીં લગભગ 20,000 લોકો પોતાનો તમામ સામાન અને ખાવા-પીવાની વસ્તુઓની વ્યવસ્થા સાથે આ અન્ડર ગ્રાઉન્ડ શહેરમાં રહેતા હતા.


* સિટીમાં દાખલ થવા માટે 600 દરવાજા:
- ઘટના 1963ની છે, જયારે કૈપ્પાડોસિયામાં રહેતા તુર્કીના એક વ્યક્તિએ અન્ડર ગ્રાઉન્ડ શહેરની શોધ કરી નાખી.  ઘરનું સમારકામ કરતા સમયે તેના બેઝમેન્ટની દીવાલ તૂટી ગઈ.
- અહીંથી જમીનની અંદર 280 ફૂટની ઊંડાઈમાં હાજર ડેરિનયુકુ નામનું એક અન્ડર ગ્રાઉન્ડ શહેર મળ્યું. તેની ઊંડાઈ 18 માળના બિલ્ડીંગ બરાબર હતી.  
- આ અન્ડર ગ્રાઉન્ડ શહેર ક્યારેક 20,000 લોકોનું ઘર હતું, જેમાં રૂમ્સ, કોચન, સ્કુલ, ચર્ચ, મકબરો, વગેરેથી માંડીને વેન્ટિલેશન સહીત તમામ વસ્તુઓની તૈયારીઓ હતી.
- આ શહેરમાં દાખલ થવા અને અહીંથી નીકળવા માટે 600 દરવાજા છે. અહીં ભારે દરવાજા લાગેલા છે, જે અન્ડર ગ્રાઉન્ડ શહેરમાં ઘૂસપેઠ કરનારાઓને રોકવા માટે છે. તેના દરેક ફ્લોરને અલગ-અલગ બંધ કરી શકાય છે.
- માનવામાં આવે છે કે આ શહેરને બીજાન્ટિનના સમયમાં 780થી 1180 ઈસ્વી વચ્ચે બનાવાયું હતું જેથી આરબ અને બીજાન્ટિન વચ્ચેના યુદ્ધ અને કુદરતી આફતોમાં અહીં લોકોને સુરક્ષિત રાખી શકાય.


* બની ગયું ટુરિસ્ટ એટ્રેક્શન:
- ડેરિનકુયુ દુનિયાનું કોઈ એકમાત્ર અન્ડર ગ્રાઉન્ડ શહેર નથી. આવા બીજા પણ કેટલાયે શહેર છે પણ આ તેમાંથી સૌથી મોટી અન્ડર ગ્રાઉન્ડ શહેર છે. 
- આ શહેરના માત્ર અડધા ભાગ સુધી પહોંચી શકાય છે પણ આ જગ્યા કૈપ્પાડોસિયામાં એક પોપ્યુલર ટુરિસ્ટ આકર્ષણમાં રૂપાંતરિત થઇ ગઈ છે. તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને લીધે લોકો તેને અહીં જોવા આવે છે.